ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા પ માસ દમ્યાન ઈમરજન્સી આરોગ્ય સેવા ૧૦૮ દ્વારા ૩પ૪૪ વ્યક્તિઓને અલગ-અલગ બિમારી શારીરિક અસ્વસ્થતા સબબ તત્કાલ સારવાર દ્વારા જીવન બચાવી લેવામાં આવ્યા હતા.
જાન્યુઆરી ર૦૧૮ થી ૧૬ મે-ર૦૧૮ સુધીમાં ભાવનગર શહેર તથા જિલ્લામાં વસતા સેંકડો લોકોને સરકારની આપાતકાલીન સેવા ૧૦૮ની ટીમ દ્વારા વિવિધ બિમારી સબબ તત્કાલ સારવાર આપી ભયમૂક્ત કર્યા છે. આ સેવા થકી અનેક લોકોને નવજીવન પણ પ્રાપ્ત થયું છે. જે લોકોને સારવાર પુરી પાડવામાં આવી છે.
આવા દર્દીઓમાં સૌથી વધુ સંખ્યા છાતીમાં દુઃખાવો ઉપડવાના બનાવ સૌથી વધુ રહ્યાં છે. બીજા ક્રમે લૂ લાગવી, હાઈ બીપી, લો બીપી, ચક્કર આવવા, બ્લડીંગ થવું સહિતના બનાવો સાથે મારામારીની ઘટનાનો પણ સમાવેશ થાય છે.
કટોકટીના કપરા કાળમાં આ સેવા દિન દુઃખી દરિદ્ર લોકો માટે દેવદૂત સમાન સાબીત થઈ છે. ૧૦૮ની પ્રશિક્ષિત અને માનવીય અભિગમ સાથે નિઃસ્વાર્થ સેવાની ભાવના લોકોમાં પ્રિય બની છે.