૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ટેલીકોમ ક્રાંતિના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે આજરોજ શહેરના શાકમાર્કેટ, પથિકાશ્રમ સ્થિત ભાવનગર શહેર-જિલ્લા કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અને છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી, ધારાસભ્ય કનુભાઇ બારૈયા, રહિમભાઇ કુરેશી, દર્શનાબેન જોષી સહિતના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.