હિન્દુ રાષ્ટ્ર તરીકે ઓળખ ધરાવતાં નેપાળ દેશના પૂર્વ ભાગમાં આવેલા જનકપુર ધામમાં પૂ. મોરારીબાપુએ “માનસ જય સીયારામ” કથાનો આજરોજ શનિવારે 21મે એ પ્રારંભ કર્યો.કથાનું મંગલાચરણ કરતાં પૂ. બાપુએ કહ્યું કે આ કથાનું બીજ સીતામઢીની કથા “માનસ-સિયા “સમયે જ પ્રત્યાર્પિત થયું હતું. જેને આજે યજમાન પરિવાર તથા ભાઈ પાથૅએ નિમિત્ત બનીને જનકપુર ધામમાં મુતૅ કર્યું. માં જાનકીના ચરણો જ્યાં પડ્યા અને તેની નગરીમાં આવી હું મારી જાતને ધન્ય સમજું છું. માં સીતેની આજે પણ સુક્ષ્મ ચેતના સંચારથી કૃત કૃત્ય થવાય છે. બાપુએ કહ્યું કે મન, બુદ્ધિ, બળ બધું અગોચર છે.પણ માં જાનકી જનક સુધા એટલે કે જગ જનની છે. બાલકાંડમાં માતાજીના રુપને કિશોરીરૂપ, અયોધ્યાકાંડ કુલ વધુ રૂપ, અરણ્યકાંડમાં પુનિત માયારૂપ,કિષ્કિંધાકાંડમાં તે કૃપાપાત્ર છે. આમ તો મા સીતે એ શાંતિરૂપ છે અને ભગવાન રામ વિશ્રામ છે.બુદ્ધિ શુદ્ધ હોય તો શાંતિ મળે. સીતાને ભક્તિ ગણીએ તો રામ સચ્ચિદાનંદ છે. તેને જો પ્રકૃતિ ગણીએ રામ પુરુષ છે. સીતાજી ઉર્જા છે અને તેનું પ્રાગટ્ય ઉર્જાથી છે. મોરારીબાપુએ માં જાનકીના વિવિધ રૂપોને રામચરિતમાનસના આધારે ખૂબ વિસ્તારથી વર્ણવ્યાં અને કહ્યું કે તેમની ગાથા સમયની પાબંધીમાં બાંધી શકાય નહીં, કહીએ એટલી ઓછી..! હનુમાનજી અને ગણેશજીના લગભગ તમામ બાબતોમાં તુલનાત્મક રીતે દર્શન કરીએ તો તેમાં ઘણું બધું સામ્ય હોવાનું બાપુએ જણાવ્યું. હનુમંતવંદનાથી પ્રથમ દિવસની કથા વિરામ પામી. જનકપુરધામ બિહારની સરહદ પર આવેલું નેપાળનું ખૂબ મોટું શહેર છે. આ પ્રદૂષણ મુક્ત નગર જાનકી મંદિર સહિતના તીર્થસ્થાનોના કારણે યાત્રાળુઓ માટે આકષૅણ કેન્દ્ર છે. જનક રાજાના મુખ્ય નગર તરીકેની ઓળખ ધરાવતું શહેર ખુબ જ રમણીય છે. આજની કથામાં જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સુરેન્દ્ર પોડેલજી તથા મદેશ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી લાલ બહાદુર રાઉતજી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. નેપાળ સરકારમાં પૂર્વ ઉપપ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂકેલાં અને નેપાળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી બિમલેન્દ્રનિધિ આજની કથામાં ઉપસ્થિત હતાં અને તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે પુ. મોરારીબાપુ રામચરિતમાનસ દ્વારા હિંદુત્વના સંસ્કારોનું દઢીકરણ અને વિસ્તૃતિ કરણ કરનાર રક્ષાપ્રહરી તથા મહર્ષિ તરીકેની ઓળખ ધરાવે છે.તેના કાર્યને નેપાળ રાષ્ટ્ર બિરદાવે છે. હું તેમના આ આયોજન માટે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. નેપાળ હિન્દુ રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત તો છે જ પરંતુ તેમના ગુણ સંસ્કારોનું પ્રવહન કરવા માટે સરકાર પણ મહત્વના કદમ ભરી રહી છે. પૂ. બાપુના આવા રુડાં આયોજનને જનકપુરધામમાં અમે આવકારીએ છીએ.