૨ મહિના પહેલાં સવાઈગરની શેરીમાં સામાન્ય બાબતે માતા-પુત્રી પર ફાયરીંગ કરી આરોપી નાસી છુટ્યો હતો
ભાવનગર શહેરના શેલારશા ચોક પાસે આવેલ સવાઈગરની શેરીમાં રહેતા એક રીક્ષા ચાલકના મકાનના રીનોવેશન નો સામાન તેના ઘર સામે પડ્યો હોય જે અંગે પડોશી સાથે તકરાર થતાં ઉશ્કેરાયેલા પડોશીએ રીક્ષા ચાલકની પત્ની-પુત્રી પર બે રાઉન્ડ ફાયરીંગ કરી નાસી છુટ્યો હતો જેમાં ઘવાયેલ માતા-પુત્રીએ સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો અને બનાવ બેવડી હત્યામાં પરિણમ્યો હતો આ ઘટનાને અંજામ આપી ફરાર આરોપીને પોલીસે ભારે શોધખોળ બાદ અમદાવાદમાથી ઝડપી ગુનો ડિટેક્ટ કર્યો છે. સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરમાં ગત તા.૩૧,૩,૨૦૨૨ ના રોજ શેલારશા ચોકના ઢાળમાં આવેલ સવાઈગરની શેરીમાં પીપળાવાળા ખાંચામાં “રહેમત” મંજીલ મા રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અનવર પ્યારઅલી વઢીયાળીયા-ખોજા ઉ.વ.૫૫ એ તેના મકાનનું રીનોવેશન કામ હાથ ધર્યું હોય જેમાં મકાન રીનોવેશન નું રો-મટીરિયલ્સ ઘર બહાર મુકેલ હોય એ બાબતે પડોશી કરીમ ઉર્ફે પીન્ટુ શેરઅલી રાસ્યાણી સાથે બોલાચાલી થતી હોય જેમાં ગત તા ૩૧,૩,ના રોજ આ મુદ્દે કરીમે ઝઘડો કરતાં મામલો ઉગ્ર બન્યો હતો આથી ઉશ્કેરાયેલા કરીમે ઘરમાંથી પિસ્ટલ જેવું હથિયાર લઈ આવી અનવર ની પત્ની ફરીદા તથા પુત્રી ફરિયલ પર બે રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થઈ ગયો હતો જેમાં ઈજાગ્રસ્ત માતા-પુત્રીને ગંભીર હાલતે સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન ક્રમશઃ માતા-પુત્રીના મોત થતાં બનાવ બેવડી હત્યામાં પરિણમ્યો હતો અને આ અંગે નોંધાયેલ ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી લેવા ધંધે લાગી હતી અને ૫ અલગ અલગ ટીમો બનાવી પરપ્રાંતમા તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ દરમ્યાન ભાવનગર એલસીબી ને બાતમી મળી હતી કે હત્યારો કરીમ ઉર્ફે પિન્ટુ શેરઅલી રાસ્યાણી અમદાવાદમાં આવેલ ગીતામંદિર વિસ્તારમાં રહે છે જે હકીકત આધારે ટીમે બેવડી હત્યાના હત્યારાને અમદાવાદથી ઝડપી ગુનો ડિટેક્ટ કર્યો છે આ આરોપીને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ ની માંગ કરાશે.