આ સાયન્સ મ્યુઝિયમ ૯૦ ટકા કામ પૂર્ણ, ટૂંક સમયમાં ખુલ્લું મુકવામાં આવશે : સેન્ટરમાં ૨૦૦ સુધીની કેપેસિટી વાળું મીની થિયેટર પણ ઉપલબ્ધ છે
ભાવનગર શહેરના નારી ગામ પાસે ૨૦ એકર જમીનમાં રિજીનીઓલ સાયન્સ સેન્ટર આકર પામ્યું છે,આ સાયન્સ સેન્ટરનું શિલાન્યાસ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્રારા પ્રાદેશિક સાયન્સ સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાંથી ભાવનગર ખાતે ૯૦ કરોડના અંદાજીત ખર્ચે અત્યાધુનિક સાયન્સ સેન્ટર તૈયાર થઈ ગયુ અને ટૂંક સમયમાં જ લોકને નિહાળવા ખુલ્લું મુકવામાં આવશે. રિજીનીઓલ સાયન્સ સેન્ટરનો મુખ્ય હેતુ શિક્ષણ સાથે મનોરંજનનો છે. જે ભાવનગર જ નહીં રાજ્ય માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમ પ્રોજેક્ટ ડાયરેક્ટરએ જણાવ્યું હતું. જેમાં મરીન એકવેટિક્સ ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, નોબેલ પ્રાઈઝ ગેલેરી, ઇલેક્ટ્રો મિકેનિક્સ ગેલેરી, બાયોલોજી ગેલેરી, ૯-ડી વી આર જોન અને કુદરતી લીલા છમ પરિસર આવેલ છે, સાથે વિશાળ પાર્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ છે અને આ સેન્ટરનું ૯૦ ટકા કામ પૂર્ણતા ના આરે છે, જેને લઈ આગામી ટૂંક સમયમાં જ આ સેન્ટરનું ખુલ્લું મુકવામાં આવશે. તો આવો બધા વિશે વિસ્તૃત માહિતી જોઈએ, ભાવનગર અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને આસપાસના વિજ્ઞાન અને ઇજનેરી વિકાસને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલયમાં શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓને તેમજ સામાન્ય લોકો અને મુલાકાતીઓને શિક્ષિત કરવા, સંલગ્ન કરવા અને અનુભવ કરવા માટે નવીન પ્રદર્શનો વાળી થીમ આધારિત ગેલેરીઓ છે, ગેલેરીઓમાં વિવિધ પ્રવૃત્તિઓને વિભાગનું આયોજન કરવામાં આવ્યું છે જેથી વિજ્ઞાન અને તેના કાર્યક્રમમાં શીખવા આવતા બાળકો અને મુલાકાતીઓને આનંદદાયક અનુભવ પ્રદાન થઇ શકે તે માટે મ્યુઝિયમમાં નીચે ગેલેરી બનાવવામાં આવી છે, ભાવનગરના દરિયા કાંઠાના વિસ્તારો થી પ્રેરિત, મરીન એક્વેટિકસ ગેલેરીમાં દરિયાઈ જળચર જનજાતિઓના વૈજ્ઞાનિક અભ્યાસ અને દરિયાઇ જીવનનો ખ્યાલો પર આ ગેલેરી ધ્યાન કેન્દ્રિત કરે છે, મુલાકાતીઓ પાણી હેઠળ અસ્તિત્વ ધરાવતા જીવન અને ઇકો સિસ્ટમ માં સમજી શકે તેવી આ ગેલેરી છે, આ ગેલેરીમાં આઈસી એન્જીન થી લઈ વિમાન અને હાઈડ્રો ગતિશીલતા સુધી, ઓટોમોબાઈલ વિજ્ઞાનની પહોળાઈને આવરી લેતી ગેલેરી છે, આ ગેલેરીમાં વર્કશોપની વિશેષ જગ્યાઓ પણ છે જ્યાં વિદ્યાર્થીઓ ઓટોમોબાઈલના ઘટકો સાથે સંકળાયેલ હાથ દ્વારા શીખી શકે છે, નોબેલ પ્રાઇઝ ગેલેરીમાં સાલ ૧૯૦૧ થી ૨૦૨૧ સુધીના નોબેલ પ્રાઈઝ વિજેતાઓની માહિતી આપવામાં આવી છે જેમાં ખાસ ફિઝિયોલોજી અને મેડિસિનમાં નોબલ પુરસ્કાર વિજેતાઓ ને પ્રથમ પ્રકારની ગેલેરી છે આ નોબેલ પારિતોષિકના કુલ ૨૨૬ જેટલા નોબલ પ્રાઈઝ વિજેતાઓની માહિતી રજૂ કરવામાં આવી છે, જે શાળાના બાળકો તથા મુલાકાતીઓ માટે આકર્ષણ ઉભું કરનારી ગેલેરી બનશે. આ ગેલેરી વીજળી અને ચુંબકત્વ અને તેના આંતરવૃત્તિ પાછળ વૈજ્ઞાનિક કલ્પનાઓને પ્રદર્શિત કરવાની નવીન રીતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં ખાસ તો મુલાકાતીઓને હોલ ઓફ ટેસ્લા, મેગ્લેવ અને બુલેટ ટ્રેનની કાર્યકારી પ્રદર્શન મોડેલો દ્વારા આકર્ષિત કરવામાં આવ્યા છે, જે આ ગેલેરીની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ છે, બાયોલોજી ગેલેરી વૈજ્ઞાનિક પહોળાઈને આવરી લીધી છે, જેમાં સામાન્ય જૈવિક ખ્યાલો અને પ્રજાતિઓના વિશિષ્ટ નિવાસસ્થાને બાયોલોજીમાં આવરી લેવામાં આવ્યા છે, ગેલેરીમાં ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો, સ્કેલ કરેલા મોડલો અને ઇન્ફોગ્રાફિક્સ મુકવામાં આવ્યા છે, જેમાં જીવવિજ્ઞાનના ખ્યાલોની બાળકો અને મુલાકાતીઓને સરળ રીતે સમજાય તે રીતે મુકવામાં આવ્યા છે, આ ઉપરાંત ઈરિગેશન સિસ્ટમ સાથેનો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સેન્ટરના શરૂઆત થી જ ગ્રીનહરી દેખાઈ તેવું બનાવવા આવ્યું છે આખા પરિસર ને નાના-મોટા વૃક્ષોથી ઘેરાયેલું છે, આ કેમ્પસમાં નાના-મોટા વૃક્ષોમાં ગરમાળો, કચનાર, ચંપો, ગુલમહેંદી, સપ્તપર્ણી, ગુલમહોર, પેલટા પામ, શતાવરી, રેફીક્સ પામ, આંબો, રોહીઓ વગેરે સહિત ૫૦ થી વધુ પ્રજાતિનાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.