તા.૧૯/૨૦મી મે – ૨૦૨૨ના રોજ હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાયેલ ઓલ ઇન્ડીયા બાલરક્ષક પ્રતિષ્ઠાન અંતર્ગત નેશનલ લેવલ ઇનોવેટિવ કોન્ફરન્સમાં સમગ્ર ભારતમાંથી જુદા જુદા ૧૭ રાજ્યોના ૧૫૦ ઇનોવેટીવ શિક્ષકોને રાષ્ટ્રીય નવાચારી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ એવા શિક્ષકોને આપવામાં આવે છે જેઓ શિક્ષણ ક્ષેત્રે નાવીન્યપૂર્ણ પ્રયોગો કર્યા હોય. આ એવોર્ડ માટે ગુજરાતમાંથી ૩૭ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.જેમાં ભાવનગર જિલ્લામાંથી ૪ શિક્ષકોની પસંદગી થઈ હતી. જેમાં (૧) ઘોઘા તાલુકાની અવાણિયા કુમાર શાળાના આચાર્યશ્રી, મુકેશકુમાર ચંદ્રકાન્તભાઈ વાઘેલા ( મોજીલા માસ્તર ) (૨) મહુવા તાલુકાની શેઠ એમ.એન.હાઇસ્કુલ – મહુવાના ચિત્રશિક્ષક શ્રી ભરતભાઈ જી.ચૌહાણ – ચિત્રકાર (૩) ભાવનગર તાલુકાની ફરિયાદકા પ્રાથમિક શાળાના ચિત્રશિક્ષકશ્રી રસિકભાઈ માધુભાઇ વાઘેલા – ચિત્રકાર (૪)વલ્લભીપુર તાલુકાની હરિઓમ કન્યા શાળાના શિક્ષિકા શ્રીમતી,લીલાબેન ડી. ઠાકરડાની પસંદગી થઈ હતી.જેમાં તેમને શાલ ઓઢાડી, મોમેંટો, શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ કુરૂક્ષેત્રના શિક્ષણાધિકારીશ્રી આદરણીય અરૂણ આશ્રી સાહેબશ્રી તથા વિશિષ્ઠ અતિથિ કરનાલના મૌલિક( પ્રાથમિક) શિક્ષણાધિકારીશ્રી આદરણીય રોહતાસ વર્માના હસ્તે નેશનલ નવાચારી શિક્ષકોને એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ.બાલરક્ષક પ્રતિષ્ઠાનના સંસ્થાપકશ્રી મનોજ ચિંચોરે અને સચિવશ્રી નરેશ વાઘના સુચારુ આયોજનથી કાર્યક્રમ ખુબજ સુંદર રીતે સફળ રહ્યો હતો.દેશના વિવિધ ૧૭ રાજ્યોના શિક્ષકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ. આ સમગ્ર એવોર્ડ કાર્યક્રમ હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલ શ્રી જયરામ વિદ્યાપીઠમાં યોજાયો હતો.ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારવા બદલ ચારેય શિક્ષકોને શાળા પરિવાર તથા ગ્રામજનો,ટ્રસ્ટી મંડળ અને સમાજના અગ્રણીઓએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.