આપણે ત્યાં એક પંક્તિ બહુ પ્રસિદ્ધ છે-
બહુ જન મળીને જે કરે, તે જુદે નવ થાય,
સાવરણી ઘર સજ્જ કરે, સળીઓથી શું થાય ?
ખરેખર, ઘણાબધા વ્યક્તિઓ અલગ અલગ સળી લઈ એક ઘર સાફ કરવા મંડી પડે છતાં તે ન થાય પરંતુ તે સળીઓ ભેગી થઈ એક સાવરણી બને તો ફક્ત એક જ વ્યક્તિ દ્વારા ઘણા ઘર સાફ થઈ શકે. આ જ છે સંપ કે એકતાની શક્તિ!
અમેરિકા કેલિફોર્નિયામાં આવેલરેડવુડ નામનાં વૃક્ષોની ઊંચાઈ ૩૦૦-૩૫૦ ફિટ હોય છે. આ વૃક્ષો એવી જગ્યાએ છે કે જ્યાં ૧ વર્ષમાં ૭૦,૦૦૦થી વધુ ભૂકંપ આવે છે. અર્થાત દર ૭ મિનિટે૧ ભૂકંપ.જેમાં ૦.૫ થી લઈને ૪-૫ સ્કેલ સુધીનાભૂકંપપણ હોય. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ધરતીની આવી ધ્રૂજારીઓ વચ્ચે પણ આવૃક્ષો૨૫૦૦ વર્ષથી આજે પણ અડીખમ ઊભા છે.પરંતુ, વધુ આશ્ચર્ય એ છે કે આ વૃક્ષના મૂળની ઊંડાઈ કેવળ ૩.૫ ફિટ જ છે. છતાં વર્ષોથી કાંઈ નથી થયું તેનું કારણ છે સંપ. હા, તેના મૂળ ઊંડા નથી પરંતુ એકમેકની સાથે જોડાયેલાં અને ગુંથાયેલાં છે. એટલે જ આ વૃક્ષોવર્ષોથીઉત્તુંગ શિખરોની જેમ પ્રકૃતિની શોભા વધારી રહ્યા છે.
હેન્રિ લોંગફેલો કહે છે : ‘All your strength is in your union’ અર્થાત એકતામાં જ તમારી શક્તિ રહેલી છે.
વાલ્મીકિ રામાયણના યુદ્ધકાંડમાં ઉલ્લેખ આવે છે કે બધા વાનરોએ એકમનાથઈ રામસેતુ નિર્માણ કરવાનો પ્રારંભ કર્યો. કોઈએ માપવા માટે દંડ પકડ્યો, કોઈએ સામગ્રી એકઠી કરી અનેકોઈ વળી મોટી મોટી શિલાઓ અને પર્વતનાં શિખરો લઈને ગોઠવવા લાગ્યા. ભગવાન શ્રીરામની આજ્ઞાથી અને સ્વયંના સંપથી પ્રથમ દિને જ ૧૪ યોજન લાંબો સેતુ બાંધી દીધો. પરંતુ, આશ્ચર્ય ઉપજાવે એવી વાત એ હતી કે ૧૦૦*૧૦ યોજન લાંબો સેતુ કેવળ ૫ દિવસમાં નિર્માણ કરી દીધો. જે સંપશક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય.
હેન્રી ફોર્ડ (અમેરિકન ઉદ્યોગપતિ) કહે છેઃ ‘Coming togªher is the beginning, staying togªher is progress, working togªher is success.” અર્થાત ભેગા થવું તે શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે. પરંતુ ભેગા મળીને કાર્ય કરવું તે જ ખરેખરી સફળતા છે.”
તેથી જ કહી શકાય કે સર્વનો એક વિચાર, એક રુચિ, એક કાર્ય, એક ધ્યેયનો સમન્વય એટલે સંપ.અરેમાટી પણ સંપ કરે તોઈંટ બને. ઇંટોના સંપથી ભીંત. અને ભીંતો એક બીજાને મળે ત્યારે એક મકાન બને છે. પરંતુ જ્યારે તેમાં રહેવા વાળા માનવો સંપે ત્યારે એક ઘરનું સર્જન થાય છે. નિર્જીવ એવી માટી, ઈંટ, અને ભીંત એકમેક સાથે જોડાઈને કઇંક નવું સર્જન કરી શકતી હોય તોલાગણી અને સમજણના ભાવથી મિશ્રિતમાનવથી શું ના થાય?
ભગવાન સ્વામિનારાયણનાં વારસદાર અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં જણાવે છે કે, ‘એક રૂચિવાળા બે હોય તો લાખો અને હજારો છે.’ ખરેખર સંપ – એ અદૃશ્ય શક્તિ છે. જે દેખાતી નથી પણ તેનો અનુભવ ચોક્કસ થાય. જ્યારે પણ એક રુચિવાળા એકથી વધારે મનુષ્ય ભેગા થાય ત્યારે કોઈ અદ્વિતીય સર્જન થતું હોય છે.
ભારતની રાજધાની નવી દિલ્હીમાં પ્રમુખસ્વામી મહારાજ દ્વારા રચાયેલું વિશ્વનું સૌથી મોટું જીવંત હિન્દુ મંદિરસ્વામિનારાયણ અક્ષરધામ સંપશક્તિનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ છે. ગત ૮૦૦ વર્ષોમાં ભારતમાં રચાયેલાં સ્થાપત્યોમાં અક્ષરધામ બેનમૂન છે. અહીં વિરાટ પડદા પર બાળયોગી નીલકંઠવર્ણીની ભારતયાત્રા પર રચાયેલી અદ્વિતીય લાર્જ ફોર્મેટ ફિલ્મ છે. હિમાલયની ૧૨,૦૦૦ ફૂટ ઊંચાઈથી લઈને કેરળના સમુદ્રપટ સુધીઝડપાયેલાં રોમાંચક દૃશ્યો આમાં છે જેમાં ભારતનાં ૧૦૦ સ્થળો પર કુલ ૪૫,૦૦૦ પાત્રો સાથે ફિલ્માંકન થયું જે સંપનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ છે.
૧૧,૦૦૦ શિલ્પીઓ-સ્વયંસેવકોનાં ૩૦કરોડ માનવ કલાકોનાં સહિયારા સંપથી માત્ર પાંચ જ વર્ષમાં સજીવન થયું ભારતીય સંસ્કૃતિની ગરિમા સમાન ભવ્ય સાંસ્કૃતિક સ્થાપત્ય એટલે અક્ષરધામ! શતાબ્દીઓમાં એક જ વાર સર્જન પામે તેવું આ સાંસ્કૃતિક પરિસર કેવળ સંપના તાંતણે જ ગૂંથાયું છે. હા, સંતો અને ભક્તોનો સહિયારો પુરુષાર્થ અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદનું જ પરિણામ છે આ ભાવિ મંદિર.
ખરેખર, ધાતુના ટુકડાઓ સંપે ત્યારે યંત્ર બને છે. ઇંટ-પથ્થર સંપે તો મહાલય બને છે. વૃક્ષો સંપે ત્યારે વન-ઉપવન બને છે. વ્યક્તિ સંપે તો પરિવાર બને અને પરિવાર સંપે ત્યારે સમાજ બને છે.