અથાણાં પૂર્વે બજેટ બગડ્યું!, કેરી સાથે મસાલા પણ મોંઘા

40

ગત વર્ષે આવેલા વાવાઝોડાથી પાકને નુકસાન થતાં ભાવ વધ્યા અને કેરીની આવક પણ મોડી સાથે મસાલાના ભાવ સીસકારા બોલાવે છે
મોંધવારીમાં સતત વધારો થઇ રહ્યો છે આ વધારાની સાથે હવે લોકો હવે પાકેલી કેરી તો શુ કાચી કેરી પણ ખાવાને લાયક નહી રહે તેવું જોવા મળી રહ્યું છે ગયા વર્ષાના તાઉતે વાવાઝોડાના કારણે અનેક વુક્ષોને નુકશાની થવા પામી હતી જેના કારણે આ વર્ષના કેરીના પાકના ઉત્પાદનમાં પણ ધટાડો જોવા મળ્યો છ.કારણે વુક્ષોને એટલો વિનાશ થઇ ગયા હતા જેની અસર તેના પાક ઉત્પાદનમાં પણ જોવા મળી હતી. આ વખતે ગુહણીઓને અથાણ કરવા પણ મોંધા પડશે. મોંધવારીએ તો હવે અથાણા પણ ખાવા જેવા રાખયા નથી. સતત વધી રહેલી મોંધવારીએ લોકોને હેરાન-પરેશાન કરી દીધા છે.પછી તે ખાવા પિવાથી લઇને ધર વખરીની દરેક વસ્તુમાં ભાવ વધારાએ લોકોને હેરાન કરી નાખ્યાં છે. અથાણાં માટે ઉપયોગમાં લેવાતા મસાલાની કિંમતમાં ૪૦ ટકાનો થયો છે. તો રાજાપુરીનો ભાવ કિલોએ રૂ.૪૫ હતો જે વધીને આ વર્ષે રૂ.૮૦ થયો છે જેના કારણે હવે લોકો કાચી કેરી પણ લઇ શક્તા નથી.અથાણાંનું બજેટ ખોંરવાયું કેમકે તેલના ભાવમાં પણ વધારો થવા જઇ રહ્યો છે.હાલમાં દરેક ખાદ્યચીજોના ભાવમાં વધારો થયો છે ત્યારે આ વર્ષે ગૃહિણીઓને વર્ષભરના અથાણાં બનાવવા મોંઘા પડશે. અથાણાં માટે ઉપયોગમાં લેવાતા મસાલાની કિંમતમાં ૪૦ ટકાનો વધારો છે, અથાણાં માટે વપરાતી રાજાપુરી અને તોતા કેરીના ભાવ લગભગ બમણાં થઈ ગયા છે. ગત વર્ષે રાજાપુરીનો ભાવ કિલોએ રૂ.૪૫ હતો જે વધીને આ વર્ષે રૂ.૮૦ જ્યારે તોતા કેરીનો ભાવ ૨૫ના બદલે રૂ.૬૦એ પહોંચી ગયો છે. આ સાથે તેલ પણ મોંઘું થયું હોવાથી અથાણાંનું બજેટ ખોરવાયું છે. ગત વર્ષની સરખાણીએ અથાણાંમાં ૩૦થી ૫૦ ટકાનો વધારો થયો છે. કમોસમી વરસાદને લીધે અથાણાં બનાવવાની કેરીનું આગમન મોડું થયું જેના કારણે કાચી કેરીથી લઇને પાક્કી કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

Previous articleકિસાન આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર કિસાનોના પરિવારને ત્રણ લાખની મદદ અપાશે
Next articleચોમાસા પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ