લોકસેવાક માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં વર્ષ ૧૯૯૧થી યોજાતા નાગરિક સન્માન સમારોહમાં લો-કોસ્ટ મેડિસીન વિચારના સ્થાપક ડો. કિરણભાઈ શિંગલોત, ગુજરાતની પુર્વ પટ્ટીમાં આદિવાસી વીસ્તારમાં સ્ત્રી શિક્ષણ અને સ્વરોજગારનું અસરકારી કામ કરનાર શ્રૃતિબહેન શ્રોફને પૂજય મોરારિબાપુના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવનાર છે.
૩૦ સપ્ટેમ્બર શનિવારે બપોરે ૩-૦૦ કલાકે શિશુવિહાર પ્રાંગણમાં યોજાનાર ર૭માં નાગરિક સન્માન સમારંભમાં બાળ સાહીત્ય અને શિક્ષણ ક્ષેત્રે સિમાચિહ્ન પ્રદાન કરનાર અમદાવાદ સ્થિત યશવંતભાઈ મહેતા તથા સુરેન્દ્રનગર સ્થિત વિનોદિનીબહેન શાહનું મોમેન્ટો, પુસ્તક સંપુટથી સન્માન કરવામાં આવશે.
ભાવનગરને સેવા ક્ષેત્રે ગૌરવ અપાવનાર માનભાઈ ભટ્ટ સ્થાપિત શિશુવિહારની સેવા યાત્રાના પ્રેરણાસ્ત્રોત પુજય બાપુ અને ચિત્રકુટધામ દ્વારા પણ નાગરિકોની સારપને બિરદાવવામાં ઉપક્રમે વર્ષ ર૦૧૭ના સન્માન સમારંભની વિશેષ ઉપલબ્ધી બની રહેશે. વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ સંઘર્ષ કરી ધ્યેય નિષ્ઠ રહેનાર બહેનો પ્રત્યે સમાજની વિશેષ કાળજી દૃશાવતા યશલક્ષ્મી પરિવાર તરફથી રાજપીપળા સ્થિત પ્રયાસ સંસ્થાના પાયાના કાર્યકર ભારતીબહેન ભટ્ટ સહિત તમામ સનમાનિતોને રૂા. ૩૩૦૦૦/-ની પ્રવૃતિ સહાય એનાયત થશે. વિજયાદશમી પર્વ પ્રસંગે શશુવ્હારના આંગણે પુજય મોરારિબાપુના માનનીય વિચારોનું રસપાન કરવા તથા ગુજરાતમાં વિવિધ સ્થળોએ લોકસેવાનું પાયાનું કાર્ય કરતા નાગરિકોને બિરદાવવા શહેર પ્રબુદ્ધોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.