તસ્કરોની હિંમત તો જૂઓ.., રાત્રિના સમયે પણ ટ્રાફિકની અવરજવર અને સીસીટીવી કેમેરાથી સજ્જ માધવ દર્શન ચોકમાં આવેલા બેક ઓફ બરોડાના ATMને તોડવાની હિંમત કરી
ભાવનગર શહેરમાં અને જિલ્લામાં દિનપ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધવા પામ્યું છે કોઈને પોલીસનો કે કાયદાનો ડર ન હોય તેમ ગુનાખોરી આચરી રહ્યા છે ગઈકાલે મોડીરાત્રીના શહેરના માધવદર્શન ચોક કે જ્યાં અડધી રાત્રે પણ ટ્રાફિકની અવરજવર રહે છે અને સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ છે ત્યાં માધવ દર્શન કોમ્પલેક્ષના નીચેના ભાગે આવેલ બેન્ક ઓફ બરોડાનુ એટીએમ મશીન તસ્કરોએ તોડ્યું હતું સદનસીબે ત્યાંથી પસાર થતાં કેટલાક યુવાનોને ટ્ઠંદ્બ ની અંદર કંઈક ગરબડ હોવાની શંકા જતા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરેલ અને પોલીસ આવી જતાં એટીએમમાં રહેલા નાણા બચી ગયા હતા અને તસ્કરો પલાયન થઈ ગયા હતા.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગત મોડીરાત્રીના શહેરના માધવદર્શન સ્થિત બેંક ઓફ બરોડાના એટીએમ મશીન રૂમમાં કઈક ગરબડ હોવાની ત્યાંથી પસાર થતા કેટલાક યુવાનોને શંકા જતા તેમણે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરેલ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી પીસીઆરવાનને પણ મેસેજ મળતા તે આવી પહોચતા તસ્કરોના પોલીસ આવ્યાની ભનક લાગતા પલાયન થઈ ગયા હતા. પોલીસ કાફલો આવી પહોચ્યો અને અંદર તપાસ કરતા એટીએમ મશીન ખોલી નાખેલુ હતું અને નાણાની ચોરી કરવાની પેરવી ચાલી રહી હોવાનું જણાયેલ આ અગેની જાણ થતા પોલીસ કાફલો મોડી રાત્રીના ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સીસીટીવી કેમેરાના ફુટેઝ તપાસ કરી તસ્કરોને શોધવાની તજવીજ હાથ ધરેલ. આ ઘટનામાં તસ્કરોની હિંમત કેટલી હદે વધી હશે તે નક્કી કરવું પણ મુશ્કેલ બને છે કારણ કે એકતો આ ચોકમાં સતત ટ્રાફીકની અવરજવર ચોવીસ કલાક રહે છે ઉપરાંત કોમ્પ્લેક્ષમાં અને ચોકમાં અનેક સીસીટીવી કેમેરા પણ છે. છતા રોડ પર આવેલા એટીએમમાં ઘુસી એટીએમ મશીનના પડખા ખોલી નાખ્યા અને કેસ બોક્સ ખોલવાની જ તૈયારી કરતા હતા તે સમયે પોલીસ આવવાની જાણ થતા તસ્કરો પલાયન થઈ ગયા હતા. આથી એટીએમમાંથી કેસ બચી જવા પામી હતી. આ અંગે બેંક ઓફ બરોડાના અધિકારીને પુછતા તેમણે ચોરી ન થઈ હોવાનું જણાવ્યુ હતું. જ્યારે આ અંગે પોલીસ ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.