રાત્રીના સમયે એકતા એપાર્ટમેન્ટના ૧ નંબરના બ્લોકના ત્રણ ફલેટ જોત જોતામાં બે તબક્કે જમીન દોસ્ત થઈ ગયા
શહેરના આનંદનગર ખાતે આવેલ એકતા એપાર્ટમેન્ટના બ્લોક નંબર એક ના ત્રણ ફ્લેટ ગઈકાલે મોડી રાત્રીના ધડાકાભેર ધરાશાયી થયા હતા બે તબક્કે ફ્લેટ ધરાશાયી થતાં રહીશો નીચે ઊતરી જવાથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી અને ફ્લેટમાં રહેતા રહીશોનો આબાદ બચાવ થવા પામ્યો હતો અચાનક ફલેટ ધરાશાયી થવાની ઘટના બનતા આસપાસના તમામ ફલેટના લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને એક તબક્કે તો ભયનો માહોલ છવાયો હતો બનાવની જણ થતા લોકો દોડી ગયા હતા અને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર સ્ટાફ, પીજીવીસીએલ, મહાપાલીકાના અધિકારીઓ, પોલીસ, રાજકીય આગેવાનો સહિત દોડી ગયા હતા અને તુરંત જ કામગીરી શરૂ કરી હતી.શહેરના આનંદનગરમા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સાડા ત્રણ દાયકા પહેલાં એમઆઈજી ત્રણ માળીયા મકાનો બનાવવામા આવ્યા હતા બાદ ૨૦૦૧ના ભુકંપ આવ્યા બાદ તમામ મકાનો ખળભળી ગયા છે હાઉસિંગ બોર્ડના મકાનો હોવાથી નિયમિત સમારકામ અને જાળવણીના અભાવે મોટા ભાગના ફલેટ જર્જરીત થઈ ગયા છે જેમાં ગત રાત્રીના ૧૧થી ૧૧-૧૫ વાગ્યા દરમ્યાન એકતા એપાર્ટમેન્ટના બ્લોક નં.૧નો એક તરફનો કેટલોક ભાગ ધડાકા સાથે તુટી પડ્યો હતો આથી ફલેટ ધારકો ભુકંપ આ્વ્યો હોવાનું માની ઘરની બહાર નિકળી ગયા હતા અને જે વિભાગ પડ્યો તે વિગના બે ફલેટના રહીશો અગાશીમાં સુવા ગયા હતા અને તેઓ પણ નીચે દોડી આવ્યા હતા દરેક લોકો બહાર નિકળી ગયઃ ત્યાં જ બીજી વખત ઘડાકા ભેર ફલેટના ત્રણેય માળ પતાના મહેલની માફક જમીન દોસ્ત થઈ ગયા અને રહીશોએ પોતાનો આશરો તુટી પડતો નિહાળ્યો હતો સદનસીબે તમામ લોકો બહાર નિકળી ગયા પછી ફલેટના ત્રણ માળ પડતા કોઇ જાનહાની થઈ ન હતી. ઘટના બન્યા બાદ સમગ્ર સરકારી તંત્ર દોડી ગયુ હતુ. અને કાટમાળમાં કોઇ દબાયુ નથીને તેની તપાસ સહિત કામગીરી શરૂ કરી હતી.આ બનાવથી રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ભાજપના આગેવાનો ભોગ બનનારની વ્હારે..
ઉત્તર કૃષ્ણનગર વોર્ડના આનંદનગર વિસ્તાર મમાં આવેલા એકતા એપાર્ટમેન્ટમાં રાત્રે બ્લોક નમ્બર ૧ ફ્લેટના ત્રણ માળ ધરાશાયી થતા તિવારી પરિવાર કે જેમના ઘરે લગ્ન પ્રસંગના ઘરેણાં, કરિયાવર તથા જે દીકરીના લગ્ન છે તેના અગત્યના ડોક્યુમેન્ટ હતા અને કાટમાળમાં દબાઇ ગયાની જાણ થતા ભાજપના રાજુભાઈ ઉપાધ્યાય , ઉદયભાઈ બોરીસાગર, ભીખાજી રાઠોડ, રમેશભાઈ રાઠોડ, અશોકભાઈ પરમાર વિગેરે દ્વારા તેમની અગત્યની વસ્તુઓ કાટમાળ માંથી જાતે મહેનત કરી અને કાઢી આપી હતી. બે દિવસ પછી લગ્ન હોવાથી તિવારી પરિવાર ખુબજ આઘાતમાં સરી પડ્યું પણ ભાજપ કાર્યકર્તાની મહેનતથી લગ્નનો કરિયાવર રાત્રે કાઢી આપતા તે પરિવારે ખુબજ રાહતની લાગણી અનુભવી હતી