મૃત્યુબાદ દેહદાન-ચક્ષુદાન કરી મૃત્યુ પછી પણ સમાજ ઋણ ચૂકવતાં પાલીતાણાના સામાજિક આગેવાન

57

પાલીતાણાના વતની અને ભાવનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના પિતાજીનું દુઃખદ અવસાન ચક્ષુદાન કરાયું દેહદાન સાંજે કરવામાં આવશે
આપણે ત્યાં લોકો મૃત્યુ બાદ દેહદાન અને ચક્ષુદાન કરતાં હોય છે. પરંતુ પાલીતાણાના સામાજિક આગેવાનશ્રી વલ્લભભાઇ શિહોરાએ આ બંન્ને કરીને મૃત્યુ બાદ પણ સેવાનો ભેખ જાળવી રાખ્યો છે. પાલીતાણા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ભાવનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરાના પિતા વલ્લભભાઈ શામજીભાઈ શિહોરા જેઓનું આજરોજ અવસાન થયું હતું.
જેને લઇને પરિવારના સંકલ્પને લઈને દેહદાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેઓની દેહદાન યાત્રા સાંજે કાઢવામાં આવશે.. ત્યારે ચક્ષુદાન પણ કરવામાં આવ્યું હતું. જેમાં પાલીતાણાની સામાજિક સંસ્થાઓ અને રેડ ક્રોસ સોસાયટીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતી.

Previous articleશહેરના આનંદનગરમા ધડાકાભેર ફ્લેટનો ભાગ તુટ્યો : જાનહાની ટળી
Next articleપરષોત્તમભાઈ સોલંકીના ૬૨મા જન્મદિવસની થઇ ઉજવણી