ભાવનગર ગ્રામ્ય ભાજપના ધારાસભ્ય અને કોળી સેનાના સ્થાપક પરષોત્તમભાઈ સોલંકીના ૬૨મા જન્મદિવસની ઉજવણી તળાજા ખાતે કરવામાં આવી હતી જેમાં તળાજા સહિત જિલ્લા અને રાજ્યમાથી કોળી સમાજ સાથે દરેક સમાજના રાજકીય સામાજિક આગેવાનો જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ,પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા,મહેન્દ્રભાઈ પનોત સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સૌ વક્તાઓએ પરષોત્તમભાઈ સોલંકીની લોકોના કામ કરવાની કાર્યશૈલીને બિરદાવી હતી.અને દીર્ઘાયુષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે કોળી સમાજની બહેનો પણ ઉપસ્થિત રહી હતી. વાડીની વિશાળ જગ્યા ટૂંકી પડી હતી .રસ્તામાં ઠેરઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મંચ પર વિવિધ વસ્તુઓ દ્વારા તુલા કરવામાં આવી હતી.
મોમેન્ટો સાથે અભિવાદન તળાજા ખાતે પરષોત્તમભાઈ સોલંકીના જન્મ દિવસે માનવ મેદની ઉમટી પડી હતી.એક ચર્ચા મુજબ પ્રારંભિક તબક્કે કોળી સમાજ પૂરતો કાર્યક્રમ હતો જો કે આ કાર્યક્રમ દરેક સમાજનો રહ્યો હતો. વક્તવ્યમાં હીરાભાઈ સોલંકીએ સમાજને ભૂતકાળ યાદ દેવરાવવા આવ્યા છીએ. સમાજ માટે જીવીશું અને સમાજ માટે મરીશું.લોકોના પ્રેમથી આજે અમારી છાતી ફૂલે છે.અમે ગુંડા છીએ પરંતુ બહેન દીકરીઓના રખોપા કરવામાટે. રાજુલામાં માતાના નામે હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરી હતી. દિપુબેન બાંભણીયાએ સમાજ માટે લડત પિતા પરષોત્તમભાઈ સોલંકી પાસેથી શીખ્યા છીએ.આજે દાખવેલ પ્રેમ કાયમ માટે રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.પરષોત્તમભાઈ સોલંકીને આ શક્તિ પ્રદર્શન છે કે કેમ તેવા પૂછાયેલા પ્રશ્નમાં તેઓએ દરેક સમાજે મને સહકાર આપ્યો છે. આ શક્તિ પ્રદર્શન નથી પરંતુ સમાજનો પ્રેમ છે. રાજકીય દ્રષ્ટિએ શક્તિ પ્રદર્શન તરીકે જોવાઈ રહ્યો હોય આઈ.બી.ના અધિકારીઓ હાજર રહી કોણ કોણ આગેવાનો કેટલી સંખ્યા, કોણે શું શુ વક્તવ્ય આપ્યું તે સહિતની બાબતો પર બાજ નજર રાખવામાં આવી હતી.