ક્વાડ સમિટમાં PM મોદીએ ચીનને કડક સંદેશ આપ્યો

41

આ પહેલા આ સંમેલન પર ચીન ભડક્યું હતું અને તેણે કહ્યું કે ક્વાડનું નિષ્ફળ થવાનું નિશ્ચિત છે
ટોકિયો , તા.૨૪
જાપાનની રાજધાની ટોકિયોમાં આયોજિત ક્વાડ સમિટની બેઠકમાં વડાપ્રધાન મોદીએ ચીનને કડક ભાષામાં સંદેશ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ક્વાડ સારી બાબતોની તાકાત માટે બનાવાયેલું સંગઠન છે અને તે હિંદ પ્રશાંત ક્ષેત્રને વધારે સારું બનાવવા માટે છે. તેમણે કહ્યું કે લોકશાહી દેશો વચ્ચે વિશ્વાસ અને લોકશાહી દેશોને નવી ઉર્જા આપશે. તેમણે કહ્યું કે બહુ ઓછા સમયમાં ક્વાડે દુનિયામાં પોતાની મહત્વપૂર્ણ જગ્યા બનાવી છે. આ પહેલા આ સંમેલન પર ચીન ભડક્યું હતું અને તેણે કહ્યું કે ક્વાડનું નિષ્ફળ થવાનું નિશ્ચિત છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ક્વાડે વિશ્વ પટલ પર મહત્વપૂર્ણ સ્થાન બનાવ્યું છે. આજે ક્વાડ દ્વારા વેપાર થઈ રહ્યો છે. અમારો એકબીજા પ્રત્યેનો વિશ્વાસ અને પ્રતિબદ્ધતા લોકશાહી શક્તિઓને નવી ઉર્જા અને ઉત્સાહ આપી રહ્યા છે. ક્વાડના સ્તર પર અમારો એકબીજાનો સહયોગ એક મુક્ત, ખુલ્લું અને સમાવેશી હિન્દ-પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહ્યું છે, જે અમારો સહિયારો ઉદ્દેશ્ય છે. કોરોનાની વિપરિત સ્થિત પછી અમે કોરોના વેક્સીન, જળવાયુ પરિવર્તન સપ્લાય ચેઈન અને આર્થિક સહયોગ જેવા ઘણાં ક્ષેત્રોમાં સમન્વય વધાર્યું છે. તેનાથી હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત થઈ છે. તેનાથી ક્વાડની સ્થિતિ સારી બાબત માટે તાકાત બનીને સામે આવી છે અને વધારે સુદૃઢ બનતી જશે.જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને કહ્યું કે પુતીન સંસ્કૃતિને જ ખતમ કરવા માગે છે. તે એક યુરોપના મુદ્દાથી ઉપર છે. તે વૈશ્વિક મુદ્દો છે. દુનિયાભરમાં અનાજનું સંકટ વધી રહ્યું છે કારણ કે રશિયા અનાજના નિકાસમાં અડચણરૂપ બની રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી રશિયા યુદ્ધ ચાલુ રાખશે અમેરિકા પોતાના મિત્રો સાથે મળીને કામ કરશે. આ પહેલા ક્વાડ દેશોની બેઠક પર ચીન ભડકી ગયું હતું.ચીને બાઈડનના આ નિવેદનની નિંદા કરી અને બેજિંગે સ્વશાસિત તાઈવાન પર આક્રમણ કર્યું તો જાપાન સાથે અમેરિકાનું સૈન્ય જોડાશે. બાઈડનના નિવેદને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મહત્વકાંક્ષી યોજનાને સંકટમાં મૂકી દીધી છે. તાઈવાનને ચીનની મુખ્ય ભૂમિ સાથે એકીકર કરવાનો શી (૬૮)નો મોટો રાજકીય વાયદો છે આ વર્ષે રાષ્ટ્રપ્રમુખ તરીકે ત્રીજા કાર્યકાળ માટે સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી પાસે મંજૂરી મેળવવાની આશા છે. પાર્ટી પાર્ટી પાંચ વર્ષમાં એકવાર થનારું સમિટનો આગામી થોડા મહિનામાં કાર્યક્રમ થવાની યોજના બનાવાઈ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ બેનબિને કહ્યું, “અમે અમેરિકાના નિવેદનની નિંદા કરીએ છીએ અને તેને ફગાવીએ છીએ.” ટોકિયોમાં આયોજિત સંમેલનમાં બાઈડને સવાલ કર્યો હતો કે જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો, તે સૈન્ય હસ્તક્ષેપ કરીને તેની રક્ષા માટે ઈચ્છુક છે? તેના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું ’હા, અમે આ પ્રતિબદ્ધતા દર્શાવી છે’, બાઈડને કહ્યું કે તાઈવાન સામે બળ પ્રયોગ કરીને ચીનનું પગલું “અયોગ્ય હશે અને આ સંપૂર્ણ ક્ષેત્રને અસ્થિર કરી દેશે અને યુક્રેનમાં કરાયેલી કાર્યવાહી સમાન હશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકુતુબ મિનાર કેસમાં સુનાવણી પૂરી : ૯મી જૂને આપશે ચુકાદો