ટોક્યો,તા.૨૪
જાપાનમાં ક્વાડ સમિટિ પછી વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને દ્વિપક્ષીય બેઠક કરી છે. આ દરમિયાન બાઈડને કોરોનાના સમય દરમિયાન ભારતના કામોની પ્રશંસા કરી. બીજી તરફ વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાની પાર્ટનરશીપ ખરેખર વિશ્વાસની પાર્ટનરશીપ છે. આપણા એક સરખા હિતોએ બંને દેશોની વચ્ચેના વિશ્વાસના આ બંધનને મજબુત કર્યું છે. આ પહેલા સમિટમાં બાઈડને કોરોના મહામારીમાંથી બહાર આવવાને લઈને મોદીએ કરેલા કામની પ્રશંસા કરી હતી. બાઈડને મહામારીમાંથી બહાર આવવાને લઈને ચીન અને ભારત કરેલા કાર્યોની સરખામણી કરી હતી અને તેમાં ચીનને આ મામલે નિષ્ફળ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે મોટા પ્રમાણમાં વસ્તી હોવા છતાં ભારતે કોરોના પર લોકશાહીની રીતે કાબુ મેળવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- મને વિશ્વાસ છે કે આપણી વચ્ચે ઈન્ડિયા-યુએસએ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટથી રોકાણના ક્ષેત્રમાં વધારો જોવા મળશે. બાઈડને કહ્યું કે બંને દેશ ભેગા થઈને ઘણું બધુ કરી શકે છે અને હજી પણ કરશે. હું અમેરિકા-ભારતની પાર્ટનરશીપને હજી પણ વધુ મજબુત બનાવવા માટે કમિટેડ છું. ક્વાડ સમિટમાં બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ક્વાડની સફળતાની પાછળ સહયોગી દેશોની નિષ્ઠા છે. કોરોનાના સમયે આપણે બધાએ સપ્લાઈ ચેન દ્વારા તેમાંથી બહાર આવવાનો શક્ય તેટલો પ્રયત્ન કર્યો. વડાપ્રધાને વધુમાં કહ્યું કે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં આપણા બધાની પહેલી પ્રાથમિકતા સુરક્ષા છે. ક્વાડે ખૂબ જ ઓછા સમયમાં એક સારી ઓળખ બનાવી છે.પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાની રણનીતિક ભાગીદારી સાચા અર્થમાં એક વિશ્વાસની ભાગીદારી છે. અનેક ક્ષેત્રોમાં અમારા આ સરખા હિતોએ વિશ્વાસના સંબંધને મજબૂત બનાવ્યો છે. વેપાર અને રોકાણમાં પણ સતત વધારો થયો છે. જો કે આ અમારી તાકાત કરતા ઘણો ઓછો છે તેમણે કહ્યું કે ટેક્નોલોજી ક્ષેત્રે અમે દ્વિપક્ષીય સહયોગ વધારી રહ્યા છીએ અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર પણ પરસ્પર સમન્વય કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું હતં કે ક્વાડનો વ્યાપ વધી ગયો છે અને સ્વરૂપ પ્રભાવી થઈ ગયું છે. આપણો પરસ્પર વિશ્વાસ, દૃઢ સંકલ્પ, લોકાશાહીની શક્તિઓને નવી ઊર્જા અને ઉત્સાહ આપી રહ્યો છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીન સતત પડકાર સર્જી રહ્યું છે. તેમણે યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે આગળ કહ્યું હતું કે રશિયા જંગ સમાપ્ત કરવાના મૂડમાં નથી. બીજી બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે પીએમ મોદી, આપણા દેશ ભેગા મળીને ઘણું બધુ કરી શકે છે અને કરશે પણ ખરા. હું પૃથ્વી પર અમારા સૌથી નજીકના વચ્ચે અમેરિકા-ભારત ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છું. અહીં પણ તેમણે રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે યુક્રેન પર રશિયાના ક્રુર અને બિનન્યાયસંગત આક્રમણનના પ્રભાવો અને સમગ્ર વિશ્વ વ્યવસ્થા પર તેની અસર વિશે પણ ચર્ચા કરી. અમેરિકા અને ભારત આ નકારાત્મક અસરોને કેવી રીતે ઓછી કરી શકાય તેના પર બારીકાઈથી ચર્ચા વિચારણા કરવાનું ચાલુ રાખશે. અત્રે જણાવવાનું કે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઈડેન સાથે પીએમ મોદીની આ બીજી મુલાકાત છે. આ બેઠક પહેલા બાઈડેને પીએમ મોદીની પ્રશંસા પણ કરી હતી. આ પહેલાં સોમવારે પીએમ મોદીએ ટોક્યોમાં જાપાનની બિઝનેસ લીડર્સની ગોલમેજ સમિટમાં ભાગ લીધો હતો. એમાં ૩૦થી વધુ જાપાનની કંપનીઓના મોટા અધિકારીઓ અને સીઇઓની સાથે વાત કરી. સોમવારના કાર્યક્રમમાં મોદીએ બિઝનેસ લીડર્સને ભારતના વેપારમાં થયેલા સુધારા અંગે જણાવ્યું અને તેમણે મેક ઈન ઈન્ડિયા ફોર ધ વર્લ્ડ માટે આમંત્રિત કર્યા. મોદી ટોક્યોમાં પોતાના પહેલા દિવસે ઈન્ડો-પેસેફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ઈવેન્ટમાં પણ સામેલ થયા હતા. મોદીએ જાપાનની મુલાકાત દરમિયાન ઓટોમાબાઈલની જાણીતી સુઝુકી કોર્પોરેશનના એડવાઈઝર ઓસામુ સુઝુકી સાથે મુલાકાત કરી. એ પછી સોફ્ટબેન્ક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડ ડાયરેક્ટર માસાયોશી સોન સાથે મુલાકાત કરી.
Home National International ભારત અને અમેરિકાની પાર્ટનરશીપ ખરેખર વિશ્વાસની પાર્ટનરશીપ છે : વડાપ્રધાન મોદી