તા.૨૧-૫-ર૦૧૮ થી ૨૭-૫-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

1988

મેષ (અ.લ.ઈ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ – અધિક માસના શુભ સમયમાં ધાર્મિક કાર્યોમાં સમય પસાર કરી શકશો સાથે કાર્ય સફળતાના યોગ પણ મળશે. માત્ર રાહુ ગ્રહનો બંધનયોગ યેન કેન પ્રકારે નિષ્ફળતા અને નિરાશા આપી શકે છે. તેથી કાર્યક્ષમતામાં વૃધ્ધી કરવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા મળી શકે છે. આર્થિક પરીસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે.કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનોઅ ને વિદ્યાર્થી માટે સાુનુકળ સમય રહેશે.
વૃષભ (બ.વ.ઉ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે જે કાર્ય સફળતાના યોગ રચે છે. માત્ર શનિગ્રહ વ્કરગતીએ અશુભફળ આપે છે તેથી અધિક મીહનાના પવિત્ર દિવસોમાં જેટલી ધાર્મિક ભાવના કેળવશો તેટલો લાભ મળશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. આપનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મિથુન (ક.છ.ઘ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ- અધિકમાસના પવિત્ર દિવસોમાં માત્ર ઈશ્વરનું સ્મરણ કરવું અને જે પરસ્થિતિ છે તે સાચવવાનું સુચન કરે છે. નવા કાર્યો માટે સમય શુભ નથી. કારણ કે સૂર્ય મંગળ અને કેતુનો બંધનયોગ અશુભફળ આપે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં અડચણો મળી શકે છે. વડિલો પત્ની અને ભાગીદારો સાથે વિવાદો ન સર્જાય તે જશોો ભાઈ -બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ ફળ મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે સોમવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
કર્ક (ડ.હ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સંપુર્ણ અધિક માસ આનંદ .લ્લાસ અને ધાર્મિક ભાવનામાં વૃધ્ધી કરે છે. માત્ર ગુરૂ ગ્રહનો બંધનયોગ મહત્વના કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ સુચવે છે. જેથી કાર્ય સફળતાના યોગ અને શાંતિ મળી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્ય્માં અન્યની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.
સિંહ (મ.ટ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનુ ભ્રમણ રાહુ ગ્રહના બંધનયોગના અશુભ ભ્રમણમાં પણ કાર્યસફળતા મળી શકે છે માત્ર અધિકમાસના શુભ સમયમાં પુરૂષોત્તમ ભગવાનનું સ્મરણ જેટલુ થાય તેટલુ કરવાથી કાર્ય સફળતા અને ઈશ્વરનો આર્શીવાદ બન્ને મળશે મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થીતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુસહસ્ત્રના હજાર નામ જપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
કન્યા (પ.ઠ.ણ)
મીત્રો આપની માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની નાની પનોતીનો કપરો સમય અને રાશી પતી બુધગ્રહનો બંધનયોગ આર્થિક માનસિક અને શારીરીક ત્રણેય રીતે સાચવવાનું સૂચન કરે છે નવા કાર્યો માટે હાલ સમય શુભ નથી માટે ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં ઉતાવળા નિર્ણયનો લેવા પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી છે આર્થિક પરિસ્થીતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શનીવારના વ્રત અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
તુલા (ર.ત.)
મીત્રો આપની માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી મંગળ કેતુ અને સુર્ય ગ્રહ બંધનયોગ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે તેથી આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામા વૃદ્ધી કરવાથી જ લાભ રહેશે ભાગીદારીથી સાચવવુ સ્વતંત્ર વિચારોથી કાર્ય સફળતા મળી શકે પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો ભાઈ બહેનોનૂ આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે મંગળવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
વૃશ્ચિક (ન.ય)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ઘણા સમય પછી નિરાશામાથી બહાર આવી શકશો જીવનમાં નવી શક્તિનો સંચાર જોવા મળશે માત્ર અધિકમાસના શુભ દિવસોમાં ભૂતકાળને ભુલીને વર્તમાનમા જીવતા શિખવુ જરૂરી છે જે અશક્ય છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનૂ નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને રાહુ ગ્રહનો અશુભ બંધનયોગ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. માત્ર વાણી વર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવશો તે યેનકેન પ્રકારે સફળતા મેળવી શકશો. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગી બનશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યવ મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મકર (ખ.જ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાશી પત્તી શનીગ્રહનું અશુભ ભ્રમણ અને ભાગ્યેશ બુધગ્રહનો બંધનયોગ વધુ મહેનતે થોડી સફળતા આપવાનું કાર્ય કરે છે. તેથી જે મળે તેમાં સંતોષ માનશો તો જ કાર્ય સફળતા ના આનંદ મેળવી શકશો. મિલ્કત અને વિલવારસના કાર્ય્માં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરીસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
કુંભ (ગ.શ.સ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાશી પત્ની શનિગ્રહની પ્રબળતા દરેક કપરા કાર્યોને સરળ બનાવી શકે છે. અને કાર્યો સફળતા પણ આપી શકે છે. માત્ર મંગળ કેતુ અને સુર્યગ્રહનો બંધનયોગ વધુ પડતી અપેક્ષા અને આત્મવિશ્વાસનો ત્યાગ કરવાનું સુચવે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આર્થિક પરીસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમય મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુતિ સમય મળી શકે છે.
મીન (દ.ચ.ઝ.થ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. અધિક માસમાં ઈશ્વરના આર્શીવાદથી ઘણા સમયથી રોકાયેલા કાર્યોમાં સફળતા મળશે. માત્ર ગુરૂ ગ્રહનો બંધનયોગ મહત્વના કાર્યો અને નિર્ણયોમાં અન્યની સલાહથી લાભ સુચવે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

Previous articleગેરકાયદેસર સિંહ દર્શન કરતાં ૭ યુવકની ધરપકડ
Next articleગેરકાયદેસર ખનન પર બાજ નજર રાખવા ત્રિનેત્ર સર્વેલન્સનો પ્રારંભ : સ્થાપિત હિતોને મુખ્યમંત્રીની ચીમકી