ભાવનગરમાં મળશે મેકઅપ અંગેનું ભણતર

51

શિવાંજલી વેલનેસ અને ચિરાગ બબંટે રાજ્ય અને જિલ્લાની પ્રથમ મેકઅપ એજ્યુકેશન એકેડમીની શરૂઆત કરી
ભાવનગર શહેરના ઇસ્કોન ક્લબ ખાતે શિવાંજલી વેલનેસ અને ચિરાગ બબંટ દ્વારા ભાવનગરમાં શરૂ થનારા મેકઅપ એજ્યુકેશન એકેડમી અર્થે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં ચિરાગ બબંટ, સની, મુખ્તાર એહમદ, મોડેલ પૂજા વૈદ્ય, તૃપ્તિ રાણા સહિતના લોકોએ ઉપસ્થિત રહી પત્રકારોને એકેડેમી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. શિવાંજલી વેલનેસ સાથે પોતાની ચિરાગ મેજિકલ મેકઅવર કંપની થકી એજ્યુકેશન એકેડમીની ફ્રેન્ચાઈજી ભાવનગર ખાતે શરૂ કરી રહ્યા છે, જેમાં બેઝિક કોર્ષથી લઈને એડવાન્સ કોર્ષની સુવિધાઓ ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે ચિરાગ બબંટ એ ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટીસ્ટ છે, જે ખ્યાતનામ કલાકારો સાથે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ બોલિવૂડની અનેક ફિલ્મોમાં પણ મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. જેમાં તેમણે શૂટ આઉટ એટ લોખંડવાલા, રાગીની એમએમએસ, હેલો ડાર્લિંગ, ધૂમ 3, ફન ચોકલેટ, ફોર્સ 2, કમાન્ડો 2, ઓમ શાંતિ ઓમ સહિતની ફિલ્મો મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કર્યુ છે.

Previous articleશ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના પ્રસંગે સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ માં આગામી તા 27-5-22ને સુક્રવારે “ખીમદાસ બાપુ” એવોર્ડ સમારંભનુ આયોજન કરેલ છે
Next articleભાવનગરના હળીયાદ (વાવડી) ગામના ત્રણ દીકરીઓએ પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યા