ભાવનગર શહેરમાં છેલ્લા બે મહિનામાં સૌથી વધુ ટેન્કરો વોર્ડ નંબર 1 માં અને સૌથી ઓછા ટેન્કરો વોર્ડ નંબર 8 માં મંગાવ્યા
ભાવનગર શહેરમાં ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે પાઈપલાઈનનું નેટવર્ક હોવા છતા મનપા દ્વારા છેલ્લા ચાર મહિના દરમિયાન 4700થી વધુ પાણીના ટેન્કર દોડાવ્યા હોવાનો ખુલાસો થયો છે. છેલ્લા બે મહિના દરમિયાન શહેરના વોર્ડ નંબર 1માં સૌથી વધુ ટેન્કરો દોડાવાયા હોવાનો ખુલાસો થયો છે. પાઈપલાઈનના નેટવર્ક પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ ભાવનગર મનપા ટેન્કરથી પીછો છોડાવી શકી નથી. ભાવનગર શહેરમા મહાનગરપાલિકા દ્વારા દરરોજ નળ વાટે 45 મિનિટ પાણી આપવામાં આવે છે. તેમ છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં નગરસેવકો દ્વારા વધુ પાણીની માગણી કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા ટેન્કર મોકલવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. અલગ અલગ વિસ્તારોમાં દરરોજ મોકલાતા ટેન્કરની સંખ્યા 50 થી 60ની રહે છે. આ અંગે ફિલ્ટર વિભાગના અધિકારી સોમપુરાએ જણાવ્યું હતું કે, શિયાળા અને ચોમાસાની સરખામણીએ ઉનાળામાં પાણીની માંગ વધતા રોજ 50 થી 60 જુદા વિસ્તારમાં મોકલવામાં આવે છે. શહેરમાં પાણીની ઓછી સમસ્યા છે છતાં આટલા બધા પાણીના ટેન્કર જુદા વિસ્તારોમાં મોકલવામાં આવે છે. જો વધુ ફરિયાદો મળે તો સ્થિતિ કફોડી થઈ જાય.ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોજ નિયમિત પાણી વિતરણ કરવામાં આવે છે તેમ છતાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે અને પાણીના ટેન્કરો મંગાવવામાં આવી રહ્યા છે. પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં અને નિયમીત પાણી આપવા છતાં પાણીના ટેન્કર મોકલાતા સવાલો ઉઠ્યા છે.
વોર્ડ નંબર.1
એપ્રિલ-90 મે-52
કુલ – 152
વોર્ડ નંબર.2
એપ્રિલ-40 મે-42
કુલ- 82
વોર્ડ નંબર.3
એપ્રિલ-55 મે-55
કુલ- 110
વોર્ડ નંબર.4
એપ્રિલ-62 મે-61
કુલ- 123
વોર્ડ નંબર.5
એપ્રિલ-59 મે-46
કુલ – 105
વોર્ડ નંબર.6
એપ્રિલ-35 મે-31
કુલ- 66
વોર્ડ નંબર.7
એપ્રિલ-31 મે-13
કુલ – 44
વોર્ડ નંબર.8
એપ્રિલ-6 મે-16
કુલ – 22
વોર્ડ નંબર.9
એપ્રિલ-29 મે-32
કુલ-61
વોર્ડ નંબર.10
એપ્રિલ-30 મે-40
કુલ – 70
વોર્ડ નંબર.11
એપ્રિલ-53 મે-26
કુલ – 79
વોર્ડ નંબર.12
એપ્રિલ-24 મે-21
કુલ – 45
વોર્ડ નંબર.13
એપ્રિલ-46 મે-38
કુલ- 84