રાણપુર તાલુકાના અલમપુર ગામના પાટીયા પાસે ટ્રક માં લાગી આગ..

53

વહેલી સવારે ટાટા કંપનીના લેલન ટ્રક માં લાગી આગ,પાછળના ટાયર સળગી ગયા,ફાયર બ્રિગેડની ટીમે સમયસર આગ પર કાબુ મેળવતા મોટુ નુકશાન થતા અટક્યુ
બોટાદ જીલ્લાના રાણપુર પાળીયાદ રોડ ઉપર આવેલ અલમપુર ગામ ના પાટિયા પાસે વહેલી સવારે ૫.૪૫ કલાકે ટાટા સીંગના કંપની ની લેલમ ગાડી નં. GJ.૨૫.U.૯૮૫૦ નંબર ની ટોરસ માં અચાનક પાછળના જોટા માં આગ લાગી.આ ઘટના અંગે જાણવા મળતી માહીતી મુજબ આ ગાડી રાણાવાવ ના કુતીયાળા થી માલ સામાન ભરીને દહેજ તરફ જઈ રહીતી ત્યારે પાળીયાદ-રાણપુર હાઈવે ઉપર અલમપુર ગામના પાટીયા પાસે પહોંચતા પાછળના ટાયર માં અચાનક આગ ભભુકી ઉઠતા આગના કારણે પાછળના ૩ ત્રણ જોટા અટલે કે (૬ ) છ મોટા ટાયર બળીને રાખ થય ગયા હતા અને બોટાદ ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવીને આગ ઉપર પાણી નો મારો ચલાવી આગ ને કાબુમાં લેવામાં આવી હતી અને જેના કારણે મોટી જાન હાની થતા અટકી હતી.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Previous articleભાવનગરમાં પાણીનો પોકાર ચાર માસમાં પાણીના 4774 ટેન્કરો દોડાવ્યા
Next article૧૧ વર્ષ ની બાળકીના પરિવાર ને શોધી તેના માતા-પિતા સાથે મિલન કરાવતી બોટાદ ૧૮૧ અભયમ ટીમ