કંસારા પ્રોજેક્ટમાં પ્રભાવિત થયેલા ૧૯ આસામીને તરસમીયામાં પ્લોટ ફાળવાશે

61

કાળિયાબીડની ટાંકીમાં જર્જરિત સ્લેબનું ગાબડું ઢાંકવા ડોમ નખાશે, રોડ, પરશુરામજીની પ્રતિમા, આરોગ્ય કેન્દ્ર સહિત સ્ટેન્ડીંગમાં રૂ.૫.૨૮ કરોડના ખર્ચના કામો હાથ ધરશે
મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આગામી તારીખ ૨૭ના મળશે. સ્ટેન્ડિંગ કમિટીમાં રોડ, આરસીસી, પરશુરામજીની પ્રતિમા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૩૦ મીની ટીપર ખરીદવા સહિતના વિકાસ કાર્યો માટે રૂ.૫.૨૮ કરોડના ખર્ચને મંજુર કરવામાં આવશે. જયારે કાળિયાબીડ પાણીની તંકીના સ્લેબમાં ગાબડું પડતા ત્યાં ડોમ બનાવી ઢાંકી દેવા નક્કી થયું છે જે કાર્યને સ્ટેન્ડિંગમાં મંજુર કરાશે. જયારે કંસારા પ્રોજેકટમાં પ્રભાવિત થનાર મિલકત ધારકોને તરસમિયામાં જમીન ફળવવાનો મહત્વનો નિર્ણય લેવાશે. આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.૯૩.૭૪ લાખના ખર્ચે જનભાગીદારી યોજના ના કામો, રૂ.૪૪.૬૧ લાખના ખર્ચે રોડના કામ, રૂ.૪૪.૬૭ લાખના ખર્ચે આરસીસી, રૂ.૨૭.૦૩ લાખના ખર્ચે પરશુરામ પાર્ક ખાતે પરશુરામજીની બ્રોન્ઝની પ્રતિમા, રૂ.૧.૩૪ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને રૂ.૨.૧૦ કરોડના ખર્ચે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ખાતે ૩૦ નંગ મીની ટીપર ખરીદવાના કાર્યો મંજૂર કરાશે. ઉલ્લેખનીય અગાઉ પણ કોર્પોરેશન દ્વારા ૬૦ ટીપર વાન ખરીદવામાં આવ્યા હતા. તદુપરાંત જુદા જુદા ગામોમાં સમય મર્યાદા વધારવા, તૂટી ગયેલી દીલબહાર ટાંકી પર ડોમ બનાવવા અને કંસારા સુધીકરણ પ્રોજેક્ટના કામ માટે કામિનિયાનગરમાં ખાનગી માલિકીના ૧૯ પ્લોટની જમીનનો કબજો લઇ તરસમીયા ફાઇનલ પ્લોટ નંબર ૫૩માં જમીન ફાળવવાનો નિર્ણય કરવામાં આવશે.

Previous articleમારી પ્રેમીકાને ઈન્સ્ટાગ્રામ પર કેમ મેસેજ કરો છો કહી યુવકને બે શખ્સોએ માર માર્યો
Next articleશિક્ષણ વિભાગ અને GUJCOST ના ઉપક્રમે સમર ઈન્ડકશન કેમ્પ યોજાયો