૧૧મો ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની રસ્સાખેંચ તમામ વયજુથ બહેનોની સ્પર્ધા યોજાઇ

40

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સ્પોર્ટ્‌સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે મહાનગર પાલિકા અમલીકરણ સમિતિ અને જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર શહેર સંચાલિત ૧૧ મો ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની રસ્સાખેંચ તમામ વયજુથ બહેનો સ્પર્ધા મોડેલ સ્કુલ, સિદસર (શામપરા), ભાવનગર ખાતે યોજાઇ રહી છે.

આજ રોજ આ સ્પર્ધાના ઉદ્દઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગર મેયર કીર્તિબેન દાણીધારીયા અને નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ ડેપ્યુટી ચેરમેન રાજદીપભાઈ જેઠવા દ્વારા આ સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવેલ. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ઝોન, મધ્ય ઝોન, પૂર્વ ઝોન, દક્ષિણ ઝોનમાંથી પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહેલ છે. રસ્સાખેંચ તમામ વયજુથ બહેનો મળીને કુલ ૨૬ ટીમના ૨૩૪ જેટલા ખેલાડી ભાગ લઈ રહેલા છે. આ સ્પર્ધામાં વયજુથ મુજબ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા ભાઈઓ/બહેનોને રોકડ પુરસ્કાર, મેડલ, પ્રમાણપત્ર આપવામાં આવશે તેમ જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Previous article૧૧ મો ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની અંડર ૧૪ ફૂટબોલ ભાઈઓ-બહેનોની સ્પર્ધા યોજાઇ
Next articleધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે યોજાનાર કારકિર્દી માર્ગદર્શન સેમિનાર અંગેની તૈયારીને આખરી ઓપ અપાયો