ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે યોજાનાર કારકિર્દી માર્ગદર્શન સેમિનાર અંગેની તૈયારીને આખરી ઓપ અપાયો

64

જિલ્લા કક્ષાનો કારકિર્દી સેમિનાર આવતીકાલે વાઘારોડ ખાતે આવેલ અક્ષરવાડી ખાતે યોજાશે : ભાવનગર ખાતેથી રાજ્યના ૮ મહાનગરોમાં પ્રસારણ થશે
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા સૌ પ્રથમવાર પ્રયાસ કરીને “નવી દિશા નવું ફલક” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં ધોરણ-૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન આપવાં માટેનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વાઘાવાડી રોડ ખાતે આવતીકાલે સવારે ૧૦-૦૦ કલાકે યોજાશે. અહીંથી જ રાજ્યના ૮ મહાનગરોમાં તેનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. ભાવનગર જિલ્લામાં આ કાર્યક્રમના આયોજન માટે અક્ષરવાડી ખાતે આજે તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એન.જી. વ્યાસ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના વરિષ્ટ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો પુરવાર થવાનો છે ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેમાં જોડાઇ પોતાની કારકિર્દીને ઓપ આપી શકે છે. આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને કઈ સ્ટ્રીમમાં આગળ વધીને ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરવું તેનો ખ્યાલ આવશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. તેની સાથે સાથે તેમને કારકિર્દી ઘડતર બાબતનું સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ કાર્યક્રમને ડી. ડી. ફ્રી ડિશ, ડી.ટી.એચ. સર્વિસ પર જોઈ શકાશે. તેમજ યુ-ટ્યુબ પર પણ જીવંત પ્રસારણ નિહાળી શકાશે.
ભાવનગર જિલ્લા કક્ષાના કાર્યક્રમ સાથે જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે પણ તેનું પ્રસારણ થનાર છે. તેનો લાભ લેવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ ભાવનગર જિલ્લાના વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરી છે.

Previous article૧૧મો ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની રસ્સાખેંચ તમામ વયજુથ બહેનોની સ્પર્ધા યોજાઇ
Next articleનુસરત ભરૂચા ફિલ્મ રિલીઝ પહેલા વધુ બોલ્ડ થઈ ગઈ