ભાવનગરના તાપીબાઈ વિકાસ ગૃહની બે દીકરીઓના આવતીકાલે રૂડા લગ્ન થશે, શિક્ષણ મંત્રી પિતા બની કન્યાદાન કરશે

78

સંસ્થા અત્યાર સુધીમાં 125થી વધુ દીકરીઓના લગ્ન કરાવી ચુકી છે
ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલ તાપીબાઈ વિકાસગૃહ અનાથ દીકરીઓને સંભાળ, શિક્ષણ અને સમાજમાં પુનસ્થાપનું કામ વર્ષો કરે છે, આ સંસ્થા અત્યાર સુધીમાં 125થી વધુ દીકરીઓના લગ્ન કરાવી ચુકી છે અને આવતીકાલે વધુ બે દીકરીઓના લગ્ન કરાવી રહી છે. જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને તેના મોટા ભાઈ ડો.ગીરીશભાઈ વાઘાણી બંને દીકરીઓના પિતા બની કન્યા દાન કરશે. આ સંસ્થામાં રહેતી બે દીકરીઓના લગ્ન પ્રસંગ આવ્યો ત્યારે ભાવનગરના ધારાસભ્ય અને ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને તેમના ભાઈ ડૉ.ગીરીશ વાઘાણીએ બંન્ને દીકરીઓના પિતા થઈ તેમના લગ્નની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી છે અને આજે બંને દીકરીઓના મંડપ મુહૂર્તની પૂજા વિધિ, હલદી રસમ સહીતની વિધિઓ કરવામાં આવી હતી, અને આજે રાત્રે 8 કલાકે દાંડિયા રાસ રાખવામાં આવ્યા છે. આવતીકાલે શુક્રવારના રોજ યોજાનારા લગ્નમાં બંને દીકરીઓનું શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા કન્યાદાન કરવામાં આવશે.

તાપીબાઈ વિકાસ ગૃહના જે.પી.મૈયાણીએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં 1962થી તાપી વિકાસગૃહ ચાલે છે, જેમાં અનાથ બાળકોની જવાબદારી ભાવનગરના શ્રેષ્ઠીઓ ઉપાડી રહ્યા છે. જો સંસ્થામાં દીકરો આવે તો પાંચ વર્ષની ઉમંર સુધી તેની જવાબદારી ઉપાડવામાં આવે છે ત્યાર બાદ દીકરાને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવે છે, પરંતુ અનાથ દીકરી આવે તો તેના ઉછેર-શિક્ષણ અને લગ્ન સુધીની જવાબદારી સંસ્થા ઉપાડે છે હમણાં સુધી વિકાસ ગૃહ દ્વારા 125 દીકરીઓના લગ્ન કરાવી તેમને પોતાના સંસારમાં મોકલી આપી છે. અને આજે વધુ બે દીકરીઓના સંસ્થા લગ્ન કરાવી રહી છે, સંસ્થાની બે અનાથ દીકરી પુનમ અને ગુંજનના શુભ લગ્નની ઘડી આવી છે ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને તેમના ભાઈ ડૉ.ગીરીશ વાઘાણીએ આ દીકરીઓનો લગ્નનો તમામ ખર્ચ આપવાની સાથે માતા પિતા તરીકે દીકરીનું કન્યાદાન કરવાનો નિર્ણય પણ કર્યો હતો, પુનમ અને ગુંજનના લગ્ન તા 27મી મેના રોજ થવાના છે, પણ તે પહેલાની વિધીમાં મંડપ મંડપ મુહૂર્ત, હલ્દી રસમની વિધીમાં વાધાણી દંપત્તીએ કરી હતી, લગ્ન મંડપ ની સંપૂર્ણ તૈયારીઓ થઈ છે, સંસ્થાને લગ્ન માટે સંપૂર્ણ શણગારવામાં આવી હતી, વાધાણી પરિવારમાં આનંદ રૂડો અવસર આવ્યો છે, આ લગ્ન સમારંભમાં ભાવનગરના મેયર દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, ભાવનગર કલેકટર યોગેશ નિર્ગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા, જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ, માધવ ગ્રુપના જીવરાજભાઈ મોણપરા, લીલા ગ્રુપના કમલકાંત શર્મા, સંજયભાઈ મહેતા, વિષ્ણુ ગુપ્તા, કપૂરભાઈ બંસલ, સાહિલ ગુપ્તા, મૂળજીભાઈ પટેલ, રિયાઝભાઈ મસાણી, મહિલા અને બાળકલ્યાણ વિભાગના પુષ્પલતા, ભાવનગર જિલ્લા અને બાળક અધિકારી કિશોરભાઈ કાતરીયા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ અને ઉદ્યોગપતિઓ બંને દીકરીઓના લગ્નમાં આશીર્વાદ આપવા પધારશે.

Previous articleસપાના રાજ્યસભાના ઉમેદવારોમાં ડિમ્પલ અને કપિલ સિબ્બલ, જાવેદનો સમાવેશ
Next articleસ્વાયતશાસી કર્મચારી મહાસંઘમાં ગુજરાતને પ્રથમવાર રાષ્ટ્રીય પ્રમુખનો પદભાર : રાજેશ મંડળીની તાજપોષી