સ્વાયતશાસી કર્મચારી મહાસંઘમાં ગુજરાતને પ્રથમવાર રાષ્ટ્રીય પ્રમુખનો પદભાર : રાજેશ મંડળીની તાજપોષી

41

ભાવનગરના આંગણે બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનમાં કર્મીઓને પ્રશ્નો, સમસ્યાઓ અંગે થયું ચિંતન, સરકારમાં રજુઆત માટે ઠરાવો કરાયા
ભારતીય સ્વાયતશાસી કર્મચારી મહાસંઘનું ૧૩મું ત્રિવાર્ષિક અધિવેશન ગુજરાત મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના યજમાન પદે તા.૨૧ તથા ૨૨- મે એમ બે દિવસ ભાવનગર ખાતે યોજાઈ ગયુ. આ અધિવેશનનાં ઉદઘાટન સત્રમાં ભાવનગરના મેયર કિર્તીબાળા દાણીધરીયા , ભારતીય સ્વાયતશાસી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.એસ. ભાટીજી, સ્વાયતશાસી મહાસંઘના ઉદ્યોગ પ્રભારી એમ.પી. સિંઘજી. સહપ્રભારી એસ.એસ.ડીકકીજી, ભારતીય મજદુર સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા , મહામંત્રી વી.પી. પરમાર, પ્રદેશ મંત્રી ગીરીશભાઈ પટેલ વિગેરે હાજર રહેલ અને દેશના જુદા જુદા પ્રદેશોમાંથી ઉપસ્થિત ડેલીગેટસને પ્રર્વતમાન સમયના નવા લેબર લો, હાલમાં અમલી લેબર લોની વિસંગતતા સંગઠીત ક્ષેત્રમાં કામ કરતાં કર્મયોગીઓના, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં કર્મયોગીઓ વચ્ચેની વેતનની વિસંગતતાઓ સરકારી ક્ષેત્રમાં કોન્ટ્રાકટ પ્રથાનું વધતુ જતુ ચલણ અટકાવવા શુ કરી શકાય ? જેવા જુદા જુદા પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી ઠરાવો પસાર કરવામાં આવેલ. ગુજરાત પ્રદેશ મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘનું પ્રદેશ અધિવેશન કેન્દ્રીય તથા પ્રદેશનાં નેતાગણની હાજરીમાં મળેલ જેમાં ગુજરાતની મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓમાં ભારતીય મજદુર સંઘને વધુ મજબુત બનાવવા , સફાઈ કામદારોનાં વારસદારોને નિમણુંક આપવા, સફાઈનાં કોન્ટ્રાકટમાં ફકત વાલ્મીકી સમાજના જ લોકોને કામે રાખવા, નગરપાલિકાઓ હાલના સેટ અપ જગ્યાએ નવુ સેટઅપ વસ્તી અને વિસ્તાર મુજબ કરવા વિગેરે પ્રશ્નોનો ચર્ચા કરી ઠરાવો કરવામાં આવેલ. ભારતીય સ્વાયતશાસી કર્મચારી મહાસંઘનાં આગામી ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય કારોબારીની સમિતિનાં સભ્યોનું ચયન કરવામાં આવેલ જેમાં ભારતીય સ્વાયતશાસી કર્મચારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભાવનગર મહાનગરપાલિકા મઝદુર સંઘનાં અગ્રણી કાર્યકર અને ઘરવેરા રીકવરી ઓફીસર રાજેશભાઈ મંડલીની વરણી કરવામા આવતા ભાવનગર જીલ્લા મજદુર સંઘમાં તથા ભાવનગર મહાપાલિકાનાં કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે . ગુજરાત પ્રદેશ મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના નવા પ્રમુખ તરીકે નરેશભાઈ પરમાર (અમદાવાદ) મહામંત્રી તરીકે ચેતનભાઈ મહેતા (સી.એમ.) ભાવનગર મહાપાલિકાના મહીપતસિહજી ઝાલા (ઉપ પ્રમુખ) ભાવનગર મહાનગરપાલિકાની વરણી કરવામાં આવતા ભાવનગર મહાપાલિકાનાં કર્મચારીઓમાં હર્ષની ફેલાઈ હતી.

Previous articleભાવનગરના તાપીબાઈ વિકાસ ગૃહની બે દીકરીઓના આવતીકાલે રૂડા લગ્ન થશે, શિક્ષણ મંત્રી પિતા બની કન્યાદાન કરશે
Next articleસર ટી.માં જોખમી બિલ્ડીંગ સંદર્ભે બેનર લગાડી તંત્રએ હાથ ખંખેર્યા !