ચોમાસામાં દુર્ઘટના કે જાનહાની થાય તે પુર્વે અગમચેતીના પગલા, સિહોરમા જર્જરીત મકાન તંત્રએ ઉતારી લીધું

66

શિહોર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા કંસારા બજારની અંદર છેલ્લા ઘણા સમયથી જર્જરિત મકાન હોય નગરપાલિકાના ચીફ ઓફિસર બી.એસ. મારકણા, એન્જિનિયર નિતીનભાઈ પંડ્યા વગેરે દ્વારા કંસારા બજારમાં લોકોને ચાલવાના રસ્તા ઉપર જોખમી રૂપે જર્જરિત મકાન હોય જર્જરીત મકાનની અવારનવાર વિઝીટ કરીને ચીફ ઓફિસર દ્વારા મકાન માલિકને જાણ કરીને મકાન માલિકને સાથે રાખીને ભયંકર જર્જરિત મકાનને ૭૫% જોખમી ભાગ ઉતારી લેવામાં આવ્યું છે ત્યારે આ જર્જરિત મકાન જો રસ્તા ઉપર પડે તો ભારે નુકસાન થાય અને લોકોને જાનહાની થવાની શક્યતા હતી પરંતુ ચીફ ઓફિસરે અંગત રસ દાખવીને અલગ-અલગ પાર્ટીઓને બોલાવી આ જર્જરિત મકાનનો કાટમાળ ઉતારવા માટે બેઠકો કરેલ ત્યારબાદ ભારે જહેમત બાદ મકાન ઉતારી લેવાયુ હતુ. આ જર્જરિત મકાનને હાલના તબક્કે ઉતારી લેવામાં આવ્યું છે ત્યારે હવે કોઈ જાતની જાનહાની થવાની પણ શક્યતા નથી હજુ આવા અનેક મકાનો છે જે ચોમાસા પૂર્વે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો પણ નુકશાન તેમજ જાનહાની નિવારી શકાય તેમ છે મકાનનો કાટમાળ ઉતારવાની દેખરેખમાં સિહોર નગરપાલિકા ચીફઓફિસર મારકણાં, નીતિનભાઈ પડયા,આનંદ રાણા,ભરત ગઢવી સહિત સ્ટાફ જોડાયો હતો.

Previous articleનવી દિશા – નવું ફલક” શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો પ્રથમવાર સુગ્રથિત સ્વરૂપે આયોજિત સેમિનાર
Next articleપ્રજ્ઞાચક્ષુઓની સંગીત કલાનાં સર્વાંગી વિકાસ અર્થે યોજાયેલ દ્વિ-દિવસીય સુગમ સંગીત શિબિર સંપન્ન