RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૪૪. વાસ્તજગત, પરીકથા, દ્રષ્ટાંતકથા અને કપોળકલ્પિત (ફેન્ટસી)ના અંશોનું સંયોજન કરીને ‘હરિયા’ શ્રેણી રચીને કયા સાહિત્યકારે ગુજરાતી સાહિતયના નુતન કથારૂપ સિદ્ધ કર્યું છે ?
– મધુરાય
૩૪પ. વિક્રમની અગિયારમી સદીના માળવાના રાજા મુંજ અને તૈલંગણના રાજા તૈલપના ઈતિહાસનું કથાનક….. નવલકથા છે ?
– પૃથ્વીવલ્લભ
૩૪૬. નીચેનામાંથી કયા કવિ ગુજરાતી ભાષાના ‘ખંડકાવ્ય’ સ્વરૂપના જનક તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ?
– કાન્ત
૩૪૭. ‘જીવરામ ભટ્ટ’ કઈ અમર કૃતિનું પાત્ર છે ?
– મિથ્યાભિમાન
૩૪૮. ‘અમાસના તારા’ કૃતિ કયા સર્જકની છે ? – કિશનસિંહ ચાવડા
૩૪૯. ‘સોક્રેટિસ’ નવલકથાના સર્જકનું નામ જણાવો.
– દર્શક
૩પ૦. ‘કન્યા વિદાય’ કાવ્ય કયા કવિનું છે ?
– અનિલ જોષી
૩પ૧. ગુજરાતી સાહિત્યમાં ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
– નર્મદ
૩પર. ‘શિયાળાની સવારનો તડકો’ કૃતિના સર્જકનું નામ આપો.
– વાડીલાલ ડગલી
૩પ૩. નર્મદે કયું સામયિક શરૂ કર્યુ હતું ?
– ડાંડિયો
૩પ૪. ‘આપણો ઘડીક સંગ’ કૃતિના સર્જકનું નામ આપો ?
– દિગીશ મહેતા
૩પપ. ‘કાદંબરી’ના રચયિતાનું નામ આપો.
– ભાલણ
૩પ૬. ‘ગોરમાં ને પાંચ આંગળીઓ પૂજયા’ કાવ્યના કવિનું નામ જણાવો.
– રમેશ પારેખ
૩પ૭. પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો.
– સૌજન્ય
૩પ૮. કોની અવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ડ્યૂમાનો પ્રભાવ દેખાય છે ?
– કનૈયાલાલ મુનશી
૩પ૯. ‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?
– ઈન્દુલાલ ગાંધી
૩૬૦. નીચેનામાંથી ત્રણ વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી ચુકયા છે ?
– કનૈયાલાલ મુનશી
૩૬૧. નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ?
– નકશાના નગર
૩૬ર. ‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ?
– કાકાસાહેબ કાલેલકર
૩૬૩. ગુજરાતી ભાષાના આદિ કવિ કોને કહેવામાં આવે છે ?
– નરસિંહ મહેતા
૩૬૪.‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ શાનો ગ્રંથ છે ?
– વ્યાકરણ
૩૬પ. ચિનુ મોદી લિખિત નવલકથા છે ?
– લીલા નાગ
૩૬૬. કવિ મકરંદ દવેના કાવ્ય સંગ્રહો કયા છે ?
– ‘જયભેરી’ – ‘ગોરજ’
૩૬૭. ‘જનની’ કાવ્યના કવિ બોટાદકરનું આખું નામ શું ?
– દામોદર ખુશાલદાસ બોટાદકર
૩૬૮. ગઝલકાર ચિનુ મોદીનું ઉપનામ શું હતું ?
– ઈર્શાદ
૩૬૯. ગૌરીશંકર જોષી લિખિત વાર્તા કઈ ?
– પોસ્ટ ઓફિસ
૩૭૦. આમાં પુષ્પા અંતાણી લિખિત વાર્તા કઈ ?
– શોખીન બિલાડી
૩૭૧. કવિ તુષા શુકલનો કાવ્યસંગ્રહ કર્યો ?
– તારી હથેળી
૩૭ર. કયા સાહિત્યકારના પિતાનું નામ રતિલાલ હતું ?
– મનોહર ત્રિવેદી
૩૭૩. ‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ કોણે કહ્યું છે ?
– કવિ ખબરદાર
૩૭૪. ‘અણસાર’ નવલકથા કોણે લખી છે ?
– વર્ષા અડાલજા
૩૭પ. ‘ઈદમ્ સર્વમમ્કોનો નિબંધસંગ્રહ છે ?
– સુરેશ જોષી
૩૭૬. મીરાંબાઈએ તેમનો દેહ કયા સ્થળે છોડયો ?
– દ્વારકા