ચિલોડામાં તોતીંગ સુકુ ઝાડ પડતા નીચે ઉભેલા તલોદનાં યુવાનનું દબાઇ જવાથી મૃત્યુ

1018

ગાંધીગનર શહેર તથા જિલ્લામાં સુકા વૃક્ષો જવાબદાર તંત્ર દ્વારા સમયસર ન હટાવવાનાં કારણે નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે સોમવારે ચિલોડા શાક માર્કેટ પાસે અચાનક તોતીંગ સુકુ ઝાડ પડતા નીચે ઉભેલા તલોદનાં યુવાનનું દબાઇ જવાથી મૃત્યુ થયુ હતુ. આ બનાવનાં પગલે સ્થાનીકોમાં ભારે રોષ છે. કારણે કે આ વિસ્તાર ઘણા સુકા વૃક્ષો ઉભા છે પણ તંત્ર દ્વારા નિકાલની તસ્દી ન લેવાતા આ દૂર્ઘટના બની છે. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ચિલોડા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર સાંબરકાંઠાનાં તલોદનાં વતની રહેવાસી રમણભાઇ કાંતીલાલ રાવળ (ઉ.વ.૩૦) ચિલોડા પોતાનાં સંબંધીને ત્યાં આવ્યા હતા. સોમવારે બપોરે ૧૧ વાગ્યે ચિલોડાથી દશેલા જવા માટે શાક માર્કેટ પાસે રીક્ષા સ્ટેન્ડ પર રીક્ષાની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે અચાનક સુકુ ઝાડ રમણભાઇ પર પડતા દબાઇ ગયા હતા અને ગંભીર ઇજાઓ પહોચી હતી.  આ વિસ્તારમાં હજુ સંખ્યાબંધ સુકા જોખમી વૃક્ષો ઉભા છે. તેનો નિકાલ તાત્કાલીક નહી કરવામાં આવે તો અન્ય લોકોનો પણ ભોગ લેવાય તો નવાઇ નહી. ત્યારે તંત્ર હજુ બીજી દુર્ઘટનાની રાહ જુવે છે કે નિકાલ કરે છે તે જોવુ રહ્યુ. વરસાદનાં દિવસોમાં જમીન પોચી થવા સાથે વધારે પવન ફુંકાય તો સુકા ઝાડ પડવાની શકયતા વધી જાય છે. તેથી આ અંગે યોગ્ય પગલા લેવામા આવે તે જરૂરી છે. ગાંધીનગર નજીક આવેલા ચિલોડા સર્કલ પર સુકાઈ ગયેલા ઝાડ તંત્ર દ્વારા ન કાઢવાના કારણે સુકાઈ ગયેલા ઝાડની ડાળી પડતા એક રાહદારીનું મોત થયું હતું તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાંય કોઈજ પરિણામ મળતું નથી .યુવાનને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલમાં સારવાર માટે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા ચિલોડા પોલીસ એસસી અમરતભાઇ સિવિલ દોડી આવ્યા હતા. પરીવારને જાણ કરી પોસ્ટમોર્ટમ કરીને અક્સ્માતે મોતની નોંધ કરીને તપાસ હાથ ધરી છે. વન વિભાગની બેદકારીનાં કારણે રમણભાઇનું મૃત્યુ થયુ છે. ઝાડ સુકાય જાય ત્યારે સમયસર નિકાલ કરવાની જવાબદારી વન તંત્રની છે. રસ્તાની સાઇડમાં આવેલા આ વૃક્ષો વન કર્મચારીઓને શોધવા જવા પડે તેમ નથી.

Previous articleપાણીની સમસ્યા અંગે આપણ સૌ જાણએ છીએ, પરંતુ પાણીની તંગી પડે ત્યારે જ તેનું મૂલ્ય સમજીએ છીએઃ પરેશ રાવલ
Next articleમેડિકલ વોર્ડમાં દર્દીઓ વધતા સિવિલમા નવા બે વોર્ડ શરૂ કરાશે