ભાવનગર જિલ્લામાં દિનપ્રતિદિન ગંભીર ગુનાખોરી માઝા મૂકી રહી છે છાશવારે હત્યા-લૂંટ ચિલઝડપ રેપ જેવા ગંભીર ગુનાઓ અંકૂશમુકત બન્યાં છે ત્યારે આવો જ એક ગંભીર બનાવ બનવા પામ્યો છે, જેમાં પુત્રનો મોત નીપજ્યું હતું. જેમાં હકીકત એવી છે કે તળાજા મા વેપાર સાથે સંકળાયેલ પિતા-પુત્ર બાઈક લઈને પસાર થઈ રહ્યાં હતાં તે વેળાએ શેત્રુંજી નદીના પુલ પાસે અજાણ્યા શખ્સોએ પિતા-પુત્ર ને આંતરી ત્રણ રાઉન્ડ ધડાધડ ફાયરીંગ કરી નાસી છુટ્યા હતાં આથી રાહદારીઓએ ઈજાગ્રસ્ત પિતા-પુત્ર ને સારવાર અર્થે તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જયાં પ્રાથમિક સારવાર બાદ તભીબોએ બંને ની સ્થિતિ જોતાં વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવા ભલામણ કરતાં એમ્બ્યુલન્સ દ્વારા સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં આ બનાવને પગલે તળાજા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવ ને પગલે સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે.