પાંચ વર્ષથી અમે દિશા વાકાણી વગર શૂટિંગ કરી રહ્યા છીએ : દિલીપ જોશી

16

મુંબઈ, તા.૨૭
દિલીપ જોશી જેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપ્યુલર જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે, તેઓ તેમની કો-એક્ટ્રેસ દિશા વાકાણી (દયાભાભી) ફરીથી મમ્મી બનતાં ખુશ છે.દિલીપ જોશીએ દિશા વાકાણીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, દિશા દીકરાની મા બની છે તે જાણીને મને ખુશી થઈ. તે મારી કો-એક્ટ્રેસ છે અને દર્શકોને હંમેશા અમને બંનેને સાથે જોઈને મજા આવતી હતી. હું દિશા અને તેના પરિવાર માટે ખુશ છું’. શું તમે દિશા વાકાણીને મિસ કરી રહ્યા છો તેમ પૂછતાં એક્ટરે કહ્યું હતું કે ’તેણે શોમાંથી બ્રેક લીધો તેને પાંચ વર્ષ થઈ ગયા છે. હવે, તે કમબેક કરશે કે નહીં તે માત્ર પ્રોડક્શન હાઉસ જાણે છે અને હું તેમા પડવા માગતો નથી. આ સિવાય, હું ખુશ છું કે જ્યારે દિશા શૂટિંગ કરતી હતી તે સમયે દર્શકો જેટલો પ્રેમ વરસાવતા હતા તે હજી પણ યથાવત્‌ રાખ્યું છે’.દિલીપ જોશી છેલ્લા ૧૪ વધુ વર્ષથી શોના શૂટિંગનો આનંદ લઈ રહ્યા છે અને તેમને લાગે છે કે કોમેડી એક સીરિયસ બિઝનેસ છે. તેમણે કહ્યું હતું કે, શો ૧૪ વર્ષથી ચાલી રહ્યો છે અને જો તે દર્શકોને મનોરંજન ન પૂરું પાડતો હોત તો મેકર્સે તેને યથાવત્‌ રાખ્યો ન હોત. પરંતુ એક્ટર તરીકે, શોનું શૂટિંગ કરવાની મને મજા આવે છે અને દર્શક તરીકે મને લાગે છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મનોરંજન પીરસતું રહેશે. આટલા વર્ષ દરમિયાન દરેક એપિસોડમાં તમે હ્યુમર સાથે આવો તે સરળ નથી. તે સૌથી લાંબા સમયથી ચાલી રહેલો કોમેડી શો છે અને તેથી મને લાગે છે કે તે લેખક તેમજ એક્ટર્સ માટે આગળ વધતાં રહેવું તે પડકાર છે’. થોડા મહિના પહેલા દિલીપ જોશી ્‌ર્સ્દ્ભંઝ્ર શો છોડી રહ્યા હોવાની અફવા ઉડી હતી, જેને તેમણે ખોટી ગણાવી હતી. ’સોશિયલ મીડિયા મારી ફેવરિટ જગ્યા નથી. લોકોને અફવા ફેલાવવી ગમે છે. કોઈ પણ બાબત અંગે સ્પષ્ટતા કરવાની જહેમત ઉઠાવતું નથી. શો છોડવાનો મારો કોઈ પ્લાન નથી અને હું મારા પાત્રથી ખુશ છું’.્‌ર્સ્દ્ભંઝ્રમાંથી હાલમાં જ તારક મહેતાના પાત્રમાં જોવા મળેલા શૈલેષ લોઢાએ શો છોડ્યો હતો. તેઓ તેમના કોન્ટ્રાક્ટથી ખુશ નહોતા. શૈલેષ લોઢા એક નવા બ્રાન્ડ ન્યૂ શો ’વાહ ભાઈ વાહ’ની તૈયારીમાં લાગેલા છે, શોને તેઓ હોસ્ટ કરવાના છે.

Previous articleઇરાદો હતો લૂંટનો અને બની ગયો હત્યારો, બસ સ્ટેન્ડમાં હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્તનું થયું મોત
Next articleએશિયા કપમાં ઈન્ડોનેશિયાને ૧૬-૦થી હરાવ્યું, પાકિસ્તાનને પછાડીને ટીમ ઈન્ડિયા સુપર-૪માં ક્વોલિફાઈ થઈ