GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

59

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૭૭. ગાંધીજીએ ‘સવાઈ ગુજરાતી’નું બિરૂદ કોને આપ્યું હતું ?
– કાકા કાલેલકર
૩૭૮. પોતાના પુસ્તક ‘માણસાઈના દીવા’માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમા જકાર્ય દરમિયાન કઈ વ્યકિત સાથેના અનુભવો આલેખ્યાં છે ?
– રવિશંકર મહારાજ
૩૭૯. ‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ’ પંકિતના કવયત્રિનું નામ શું છે ?
– ગંગાસતી
૩૮૦. ‘મૂછાળી માં’ કયા સર્જકનું તખલ્લુસ છે ?
– ગિજુભાઈ બધેકા
૩૮૧. ‘હવેથી સ્વચ્છાએ જોડણી કરવાનો કોઈનેઅ ધિકાર નથી.’આ વિધાન કોનું છે ?
– ગાંધીજી
૩૮ર. ‘છપ્પા’ કાવ્ય સ્વરૂપ આપને કોની પાસેથી પ્રાપ્ત થાય છે?
– અખો
૩૮૩. માણિકયસુંદર સુરિની ગદ્ય કૃતિ કઈ છે ?
– પૃથ્વીચંદ્રચરિત્ર
૩૮૪. મીરાંબાઈની કઈ રચનાઓ ખ્યાતનામ છે ?
– પદો
૩૮પ. ગુજરાતી સાહિતયની પ્રથમ આત્મકથા કઈ છે ?
– મારી હકિકત
૩૮૬. આચાર્ય હેમચંદ્રાચાર્ય કયા યુગના સર્જક છે ?
– મધ્યકાળ
૩૮૭. ‘વૈષ્ણવજન તો એને રે કહીએ’ – આ પદના રચયિતા કોણ છે ?
– નરસિંહ મહેતા
૩૮૮. સસ્તું સાહિતયના સ્થાપક કોણ છે ?
– ગુણવંત આચાર્ય
૩૮૯. ગુજરાતીમાં પ્રગટ થતું સૌથી જુનામાં જુનું સામયિક કયું છે ?
– બુદ્ધિપ્રકાશ
૩૯૦. ‘ફાટેી નોટ’ હાસ્યકથાના લેખક કોણ છે ?
– સંસ્કૃતિ
૩૯૧. ‘અતિજ્ઞાન’ ખંડકાવ્યમાં કવિ કાન્તે કોનું મનોમંથન આલેખ્યું છે ?
– સહદેવ
૩૯ર. ‘દિકરીની વિદાય’ ગીત કોણે લખ્યું છે ?
– અનિલ ચાવડા
૩૯૩. ‘સેહની’ કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ?
– બલવંતરાય ક. ઠાકોર
૩૯૪. ગુજરાતી સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠક વિશેનું કયું કથન સાચું છે,
– તે જણાવો. તેમણે ‘શેષ’ના ઉપનામથી કાવ્યો, ‘દ્વારેફ’ના ઉપનામથી નિબંધો અને ‘સ્વૈરવિહારી’ના ઉપનામથી વાર્તાની રચના કરી છે.
૩૯પ. ‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ?
– પ્રવિણ દરજી
૩૯૬. ‘પોસ્ટ ઓફિસ’ વાર્તાના લેખક કોણ છે ?
– ધૂમકેતુ
૩૯૭. ગુણવંત શાહ મુખ્યત્વે કયા સ્વરૂપમાં લખે છે ?
– નિબંધ
૩૯૮. સ્નેહરશ્મિનું નામ નીચેનામાંથી કયા સ્વરૂપ સાથે જોડાયેલું છે ?
– હાઈકુ
૩૯૯. ‘ચાબખાં’ કયા કવિના જાણીતાં છે ?
– ભોજાભગત
૪૦૦. ‘રસિકવલ્લભ’ કયા કવિની કૃતિ છે ?
– દયારામ
૪૦૧. ‘ગુજરાતી વૈભવ’ દૈનિકપત્ર કઈ ભાષામાં પ્રગટ થાય છે ?
– હિન્દી
૪૦ર. ઝવેરચંદ મેઘાણી કયા સાહિત્યના સંશોધન – સંપાદન માટે જાણીતા છે ?
– લોકસાહિત્ય
૪૦૩. ખંડકાવ્યોનું સ્વરૂપ ગુજરાતી સાહિત્યમાં કોણ લઈ આવ્યું ?
– કાન્ત
૪૦૪. ‘સિહાસનબત્રીસી’ના રચયિતાનું નામ આપો.
– શામળ
૪૦પ. ‘કડવાં’ કયા સ્વરૂપમાં આવે છે ?
– આખ્યાત
૪૦૬. ‘નળાખ્યાન’ના રચયિતાનું નામ જણાવો.
– પ્રેમાનંદ
૪૦૭. સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘સોક્રેટિસ’ના લેખકનું નામ જણાવો.
– મનુભાઈ પંચોળી
૪૦૮. ગુજરાતી સાહિત્યની મહાનવલકથા સરસ્વતીચંદ્રના લેખકનું નામ……… છે.
– ગોવર્ધનરામ ત્રિપાઠી

Previous articleઆ કારણથી રાજુએ લગ્ન કરવાનું માંડી વાળ્યું!! (બખડ જંતર)
Next article૨૦૩૦ સુધીમાં ભારત ડ્રોન હબ બનશે : મોદી