ખેરાલુના સાગથળા ગામે મોડી રાત્રીના સમયે જૂથ અથડામણનો બનાવ બન્યો છે અને પથ્થરમારાની આ ઘટના બની હતી જેમાં ડી વાય એસ પી ઇજાગ્રસ્ત થયા છે.
ખેરાલુના સાગથળા ગામે જૂથ અથડામણ થતા ૬ જેટલા લોકો ઘાયલ થયા છે મોડી રાત્રીના સમયે આ જૂથ અથડામણની ઘટના બની હતી ત્યારે મહેસાણા એસ પી સહિત નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે પોલીસે ટોળાને કાબુમા લેવા માટે ૪ જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને ટોળાને કાબુમા લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બેકાબુ ટોળાએ કાબુ ગુમાવતા આ પથ્થરમારામા વિસનગરના ડી.વાય.એસ.પી પણ આ પથ્થર મારામા ઘાયલ થયા હતા. જોકે ત્યાર બાદ પોલીસે કોબમિંગ શરૂ કર્યું હતું અને ૨૫ થી વધુ લોકોની અટકાયત કરી હતી.
સાગથળા ગામે બે જૂથના ટોળાઓ આમને સામને આવી ગયા હતા અને એક બીજા પર પથ્થરમારો કર્યો હતો. જોકે પોલીસે ટોળાને કાબુમા લીધો હતો. બાદમાં બેકાબુ ટોળા પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો જેમાં ડી.વાય.એસ.પી ઘાયલ થયા છે. જોકે હાલ પોલીસે ટોળાઓ ને કાબુમાં લઇ લીધો છે અને હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.