RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૪૦૯. ‘ગુજરાતનો નાથ’ કોની નવલકથા છે ?
– ક.મા.મુનશી
૪૧૦. ગુજરાતી સાહિત્યમાં ભવાઈ વેશો કોણે લખ્યા હતા ?
– અસાઈત ઠાકર
૪૧૧. પ્રસિદ્ધિ પ્રાર્થના ‘મંગલ મંદિર ખોલો, દયામય’ના રચયિતાનું નામ જણાવો.
– નરસિંહરાવ દિવેટિયા
૪૧ર. ગુજરાત વિદ્યાપીઠમાં સેવાઓ આપનાર ‘કાકા કાલેલકર’નો જન્મ કયાં થયો હતો ?
– સતારા
૪૧૩. કવિ કલાપીની કર્મભુમિ લાઠી કયા જિલ્લમાં આવેલું છે ?
– અમરેલી
૪૧૪. ગુજરાત વિદ્યાપીઠમાં આધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને ‘સવાઈ ગુજરાતી’ તરીકે ઓળખાવ્યા હતા તે લેખક કોણ છે ?
– કાકા કાલેલકર
૪૧પ. ‘કવિ શિરોમણી’નું માન કોને મળ્યું ?
– પ્રેમાનંદ
૪૧૬. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો
– d-3, c-4, a-1, b-2
૪૧૬. ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલના સર્જક કોણ છે ?
– ગોવર્ધનરામ ત્રિપાઠી
૪૧૭. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં શ્રેષ્ઠ આખ્યાન કવિ તરીકે કોણ પ્રસિદ્ધિ પામ્યા છે ?
– પ્રેમાનંદ
૪૧૮. ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સૌપ્રથમ સંશોધક અને સંપાદક તરીકે કોણ જાણીતું છે ?
– ઝવેરચંદ મેઘાણી
૪૧૯. ‘તારી આંખનો અફીણી’ જેવી પ્રસિદ્ધ રચના આપનાર કવિ કોણ ?
– વેણીભાઈ પુરોહિત
૪ર૦. વર્ષ -ર૦૧પનો પ૧મો જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ગુજરાતી સાહિત્યકારને પ્રાપ્ત થયો ?
– રઘુવીર ચૌધરી
૪ર૧. કયા કવિ ગાંધીજી માટે ‘જુવાન ડોસલો’ની ઉપમા પ્રયોજી છે ?
– કૃષ્ણલાલ શ્રીધરાણી
૪રર. સાહિત્યકારો અનેત ેની પ્રસિદ્ધ પંકિતની સાચી જોડણ શોધો
– 1-R, 2-S, 3-P, 4-Q
૪ર૩. ‘નવા વર્ષના સંકલ્પો’ – હાસ્યલેખના સર્જક કોણ છે ?
– બકુલ ત્રિપાઠી
૪ર૪. કયા ગુજરાતી સર્જકને ગાયકવાડ સરકારે ‘રાજરત્ન’ ઈલકાબથી નવાજયા હતા ?
– ર.વ. દેસાઈ
૪રપ. ‘બે ખાનાનો પરિગ્રહ’ પ્રસંગલેખ કોણ લખ્યો છે ?
– મનુબહેન ગાંધી
૪ર૬. ‘મિથ્યાભિમાન’ નાટક કોણ લખ્યું છે ?
– દલપતરામ
૪ર૭. રવિશંકર મહારાજના જીવનની ઘટનાઓને રસાળ અને ધારદાર રીતે આલેખતું પુસ્તક ‘માણસાઈના દીવા’ કોણે લખ્યું છે ?
– ઝવેરચંદ મેઘાણી
૪ર૮. ઝીણાભાઈ રત્નજી દેસાઈનું ઉપનામ જણાવો.
– સ્નેહરશ્મિ
૪ર૯. ‘સવાઈ ગુજરાતી’ હોવાનું બિરૂદ કયા સર્જકને મળ્યું છે ?
– કાકાસાહેબ કાલેલકર
૪૩૦. નરસિંહ મહેતા કયા સમયના કવિ છે ?
– મધ્યકાલીનયુગ
૪૩૧. ધીરા ભગતે કયા સ્વરૂપને ખેડાણ કર્યું હતું ?
– કાફી
૪૩ર. ડો. અબ્દુલ કલામની આત્મકથાનો ગુજરાતી ભાષામાં અનુવાદ કયા નામે થયો છે ?
– ‘અગનપંખ’
૪૩૩. ‘બેફામ તોયે કેટલું થાકી જવું પડયું, નહિ તો જીવનનો માર્ગ ઘરથી કબર સુધી’ – આ પંકિતઓ કઈ કૃતિમાં આવે છે ?
– છાલ, છોતરાં અને ગોટલાં
૪૩૪. કાકાસાહેબ કાલેલકર કેવા લેખક હતા ?
– ગાંધીવાદી
૪૩પ. ગુજરાત રાજયના શીક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી ચુકનાર સાહિત્યકાર કોણ હતા ?
– નાથાલાલ દવે