તખ્તેશ્વર વોર્ડમાં પેવર રોડના કામોનું ખાતમુહૂર્ત

48

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે સાંજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભાવનગર શહેરના તખ્તેશ્વર વોર્ડમાં રૂ. ૫૬ લાખના ખર્ચે બનનારા પેવર રોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ અંતર્ગત તેમણે રૂ.૫૬ લાખના ખર્ચે ટી.બી.ઝેડ.થી કાળુભા રોડને જોડતો તેમજ મામલતદાર ઓફિસ થી જેલ સુધી તખ્તેશ્વર વોર્ડના પેવર રોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલિયા, મહામંત્રી અરૂણભાઈ પટેલ, શહેર ભા.જ.પા.ના પ્રમુખ રાજીવભાઈ પંડ્યા સહિતનાં મહાનુભાવો, અધિકારીઓ તેમજ વોર્ડના આગેવાનો અને વિસ્તારનાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં

Previous articleભાવનગરના શિહોર ખાતે ૨૦૭ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઇન ભરતી અન્વયે નિમણૂંક પત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો
Next articleભાવનગર ખાતે રૂ.૧.૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત ભરતનગર પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરતાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ