ભારત કા અમૃત મહોત્સવ જ્ર૭૫ ની ઉજવણી ના ભાગ રૂપે ભારત દેશની અગ્રીમ કક્ષાની યુરિયા ,ડી.એ.પી તેમજ એન.પી.કે. તેમજ જેંવિક સેન્દ્રીય ખાતર વિતરણ કરતી સહકારી સંસ્થા કૃષક ભારતી કો ઓપરેટીવ લિમિટેડ (કૃભકો ) સંસ્થા દ્વારાગારીયાધાર તાલુકાના સાતપડા ગામ મુકામે કૃભકોસંસ્થા દ્વારા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક ના ચેરમેનશ્રી કેશુભાઈ નાકરાણી સાહેબની અધ્યક્ષ સ્થાનમાં ખેડૂત સભા નુ આયોજન કરવામાં આવેલ જેમાં કૃભકો ના સિનિયર એરીયા મેનેજર શ્રી ઘેટીયા સાહેબ તેમજ સામાજિક અગેવાનો તેમજ બહુ મોટી સંખ્યા માં સાતપડા ગામ ના ખેડૂત સભાસદો હાજર રહેલ હતા.કૃભકો ના ઉત્કૃષ્ટ ઉત્પાદનો જેવાકે કૃભકો યુરિયા, ડી.એ.પી ,એન.પી.કે ,સેન્દ્રીય તેમજ જૈવિક ખાતરો વિશેની ઊંડાણપૂર્વક સમજણ કૃભકો સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવેલ સભાનું સંચાલન મંડળીના મંત્રી શ્રી રમણીકભાઈ તથા અશોકભાઇ દ્વારા કરવામાં આવેલ ખેડૂતોને રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્વક વપરાશ કરીને સેન્દ્રીય તેમજ જૈવિક ખાતર વાપરવાની ખાસ ભલામણ અધ્યક્ષ સ્થાનેથી કેશુભાઈ દ્વારા કરવામાં આવેલ તેમજ જમીનની ફળદ્રુપતા અને ગુણવત્તા જળવાઈ રહે તે દિશામાં આગળ ચાલવાની સલાહ સુચન કરવામાં આવેલ.તેમજ સાતપડા સેવા સહકારી મંડળીની ૭૫ મી વાર્ષિક સાધારણ સભા નું આયોજન પણ કેશુભાઈ નાકરાણી સાહેબ ની અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ તેમાં મંડળીના એજન્ડા મુજબની કામગીરી જાહેર કરવામાં આવેલ તેમજ વર્ષ ૨૦૨૧-૨૨ નો ચોખ્ખો નફો ૮,૫૪,૨૦૪/-રૂપિયા કરેલ છે અને સભાસદોને ૧૦ ટકા મુજબ ડિવિડન્ડ આપવાની પણ મંડળી દ્વારા જાહેરાત કરવામાં આવેલ.