મુંબઇ,તા.૨૯
આ વર્ષની આઇપીએલ અનેક રીતે રસપ્રદ બની હતી જો કે અમુક ખેલાડીઓએ તો દંડનો સામનો કરવો પડ્યો હતો. અને આઈપીએલ સિઝન ૧૫માં ત્રણ વિવાદ સૌથી વધુ ચર્ચામાં રહ્યાં.
સિઝનની ૩૪મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમવામાં આવી હતી. આ મેચમાં એક બોલને નો બોલ આપવામાં ના આવતા દિલ્હીના કેપ્ટન રિષભ પંત અને કેટલાંક ખેલાડીઓએ વિવાદ ઉભો કર્યો હતો. ખરેખર આ એક ડાયરેક્ટ બોલ હતો. જેને દિલ્હીની ટીમે નો બૉલ આપવાની માગ કરી હતી. પંતે ત્યારબાદ બેટરોને આગળ ના રમવા માટે કહ્યું હતુ. ત્યારબાદ પંત અને શાર્દૂલ ઠાકુરની ઉપર મેચ ફી માટે દંડ ફટકાર્યો હતો. રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચેની એક મેચમાં રાજસ્થાનની ઈનિંગ પૂર્ણ થયા બાદ જ્યારે રિયાન પરાગ ડગઆઉટ તરફ જતા હતા તો હર્ષલ પટેલે તેમને કશુક કહ્યું હતુ. રિયાને પણ પાછુ વળીને હર્ષલ પટેલને જવાબ આપ્યો તો બંનેની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી એટલી બધી વધી કે હર્ષલ પટેલે મેચ પૂર્ણ થયા બાદ બધા ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો હતો. પરંતુ રિયાન સાથે હાથ મિલાવ્યા વગર તેઓ જતા રહ્યા. રિયાને હાથ આગળ વધાર્યો પણ હતો. પરંતુ હર્ષલ પટેલ તેને નજર અંદાજ કરી આગળ વધી ગયા. આ બંનેની આ લડાઈએ બધાનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ. આઈપીએલ ૨૦૨૨ની ૧૮મી મેચમાં એક વિવાદે વેગ પકડ્યો હતો. આ વિવાદ થર્ડ એમ્પાયર દ્વારા વિરાટ કોહલીને એલબીડબ્લ્યુ આઉટ આપ્યા બાદ છેડાયો હતો. એમ્પાયરે કોહલીને એલબીડબ્લ્ય ુઆઉટ જાહેર કર્યો હતો. ત્યારબાદ કોહલીએ રિવ્યુ લીધો હતો. થર્ડ એમ્પાયરે જ્યારે અલ્ટ્રા એજમાં ચેક કર્યુ તો તેમણે જોયુ કે બોલ બેટ અને પેડ પર એકસાથે વાગી છે અને વિરાટને આઉટ આપી દીધુ હતુ. ત્યારબાદ આ મામલાએ સોશિયલ મીડિયામાં ખૂબ જોર પકડ્યુ હતુ.