ટ્વીટમાં મનસુખ માંડવિયાએ લખ્યું, અમે સ્વાસ્થ્ય સેવા સાથે સંબંધિત વિષયોની વિસ્તૃત શ્રૃંખલા પર ચર્ચા કરી
નવી દિલ્હી, તા.૨૯
દાવોસમાં હાલ વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક ચાલી રહી હતી. જેમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરી રહેલા ત્રણ કેન્દ્રિય મંત્રીઓ પીયૂષ ગોયલ, હરદીપ સિંહ પુરી અને મનસુખ માંડવિયાએ ભાગ લીધો હતો. આ દરમિયાન માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથેની બેઠકમાં ભારતના રસીકરણ અભિયાનની ભરપૂર પ્રશંસા કરી હતી.
તમને જણાવી દઈએ કે, સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં પાંચ દિવસ ચાલેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક સમાપ્ત થઈ ગઈ છે. કોવિડ-૧૯ મહામારીને કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ઉઈહ્લની વાર્ષિક બેઠક અઢી વર્ષ પછી યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં અનેક દેશોના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ બિલ ગેટ્સની સાથે બેઠકની એક તસવીર ટ્વીટર પર શેર કરી છે અને લખ્યું છે કે, ઉઈહ્લ૨૨ પર બિલ ગેટ્સની સાથે વાતચીત કરીને આનંદ થયો. બિલ ગેટ્સે ભારતે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન કરેલા કામો અને દેશમાં મોટા પાયે કોરોના રસીકરણના પ્રયાસોને વખાણ્યા હતા.અન્ય એક ટ્વીટમાં મનસુખ માંડવિયાએ લખ્યું, અમે સ્વાસ્થ્ય સેવા સાથે સંબંધિત વિષયોની એક વિસ્તૃત શ્રૃંખલા પર ચર્ચા કરી, જેમાં ડિજિટલ સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા, રોગ નિયંત્રણ પ્રબંધન અને સસ્તી અને ગુણવતાયુક્ત તબીબી ઉપકરણોના વિકાસને મજબૂત બનાવવા જેવી ચીજો સામેલ છે. દાવોસમાં આયોજિત થયેલી ડબલ્યૂઈએફના વાર્ષિક સંમેલનમાં ભારતમાંથી લગભગ ૧૦૦ વેપારી પ્રતિનિધિઓ અને ૧૦થી વધારે મંત્રીઓ અને મુખ્યમંત્રીઓએ હાજરી આપી. ભારતના સત્તાવાર પ્રતિનિધિમંડળની આગેવાની વાણિજ્ય અને ઉદ્યોગ મંક્ષી પિયૂષ ગોયલે કરી હતી. તેના સિવાય પેટ્રોલિયમ અને શહેરી આવાસ મંત્રી હરદીપ સિંહ પુરી અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ આ સંમેલનમાં સામેલ થયા. તેની સાથે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ બોમ્મઈ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈ એસ જગનમોહન રેડ્ડીની સાથે બીજા ઘણા રાજ્યોના નેતાઓએ પણ બેઠકના અલગ અલગ સત્રમાં ભાગ લીધો. સંમેલનમાં ભારતમાંથી લગભગ ૧૦૦ ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો. જોકે, આ વખતે અમુક મોટા ચહેરાઓ સંમેલનમાં સામેલ થયા નથી, જે નિયમિત રૂપથી ભાગ લેતા હોય છે.