લાલુ પ્રસાદ બિહારની રાજનીતિમાં ફરી સક્રિય,પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી

26

બેઠકમાં સત્તા પરિવર્તન,રાજયસભા ચુંટણી,વિધાન પરિષદ ચુંટણી રાષ્ટ્રપતિ ચુંટણી સહિતના અનેક મુદ્દા પર ચર્ચા થશે
પટણા,તા.૨૯
બિહારની રાજનીતિ લાલુ પ્રસાદ યાદવ વિના અધુરી રહી છે લાલુનના ન રહેવા અને તેમના સક્રિય ન હોવાથી બિહારની રાજનીતિ અનેકવાર નીરસ લાગી રહી હતી બિહારના રાજનીતિના જાણકારોનું એવું માનવું છે કે હવે લાલુ પ્રસાદે બિહારની ધરતી પર પગ મુકયા છે અને તેઓ સક્રિય થયા છે તેમણે પાર્ટીની બેઠક બોલાવી છે લાલુ પ્રસાદે ૩૧મેના રોજ વિધાનસભા પક્ષની બેઠક બોલાવી છે આ બેઠક પૂર્વ મુખ્યમંત્રી રાબડીદેવીના નિવાસ પર યોજાશે આ બેઠકની અધ્યક્ષતા લાલુ પ્રસાદ કરશે બેઠકની ખાસ વાત એ છે કે તેમાં તેજસ્વી અને તેજપ્રતાપ એક સાથે સામેલ થશે આ બેઠકમાં પાર્ટીના તમામ ધારાસભ્યોને હાજર રહેવાનો આદેશ આપ્યો છે. એ યાદ રહે કે બિહારમાં હાલના દિવસોમાં રાજનીતિ ગરમ છે.સત્તા પક્ષની વાત કરીએ કે વિરોધ પક્ષની બંન્ને જુથોમાં હલચલ તેજ છે આ બધાની વચ્ચે રાજદના ધારાસભ્યોની બેઠક મહત્વપૂર્ણ બની રહેશે બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહેશે. અને લાલુથી વિશેષ મંત્ર ગ્રહણ કરશે આ બેઠકમાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ,તેજ પ્રતાપ સિંહ લલિત યાદવ ભાઇ વીરેન્દ્ર ડો મુકેશ રોશન વિજય સમ્રાટ સહિત તમામ ધારાસભ્યોને ખાસ રીતે હાજર રહેવા માટે જણાવાયું છે. પાર્ટી તરફથી મળતી માહિતી અનુસાર આ બેઠક ખુબ મહત્વપૂર્ણ છે.રાજદ તરફથી કહેવામાં આવ્યું છે કે આ બેઠક મેના અંતિમ દિવસોમાં બોલાવવામાં આવી છે.આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે અને આ સાથે જ શહાબુદ્દીનના સમર્થકોની નારાજગી પર પણ વાતચીત થશે આ ઉપરાંત ૧૦ જુને યોજાનાર રાજયસભા ચુંટણીને લઇને પણ ચર્ચા કરવામાં આવશે.એ યાદ રહે કે એક જુને મુખ્યમંત્રી નીતીશકુમારે જાતીય વસ્તી ગણતરી પર બેઠક બોલાવી છે તેના હિસાબથી લાલુની બેઠક મહત્વપૂર્ણ બની જશે બિહારમાં હાલના દિવસોમાં રાજયસભા ચુંટણી અને જદયુની અદર આરસીપી સિંહને લઇ વાતાવરણ પુરી રીતે ગરમાયેલું છે આવામાં આ બેઠકનું રાજકીય મહત્વ વધી ગયું છે. લાલુ તમામ વસ્તુઓ પર નજર રાખી રહ્યાં છે.આ બેઠકમાં સત્તા પરિવર્તન,રાજયસભા ચુંટણી,વિધાન પરિષદ ચુંટણી રાષ્ટ્રપતિ ચુંટણી સહિતના અનેક મુદ્દા પર ચર્ચા થશે કારણ કે તાજેતરમાં નીતીશકુમાર અને લાલુ પ્રસાદ પરિવારની વચ્ચે પણ ઇફતાર પર થયેલ મુલાકાતને લઇ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી આ મુદ્દા પર પણ ચર્ચા થવાની સંભાવના છે.

Previous articleદાવોસમાં મનસુખ માંડવિયા સાથે બિલ ગેટ્‌સે કરી મુલાકાત
Next articleયોગીએ ભાજપ કાર્યકર્તાઓને આપ્યો ૭૫ સીટનો ટાર્ગેટ