મહારાજાને ભારતરત્ન આપવાની માંગ સાથે કોંગ્રેસે કર્યું વોકઆઉટ
ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે આજરોજ મેયર કિર્તિબેન દાણીધારીયા ના અધ્યક્ષસ્થાને સાધારણ સભા મળી હતી જેમાં કુલ ૭ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી.
ભાવનગર મહાપાલિકાના સભાખંડમાં મેયર કિર્તિબેન દાણીધારીયા ના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજાઈ હતી આ સભામાં કુલ ૭ એઝંડા ઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી આ ૭ પૈકી ૧ થી ૬ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતાં તથા એક મુદ્દાને અધ્યક્ષસ્થાને થી બહાલી આપવામાં આવી હતી આ સભામાં વિપક્ષ દ્વારા ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને ભારતરત્ન આપવાની માંગ કરી હતી પરંતુ મેયરે જણાવ્યું હતું કે આ ઠરાવ રાજ્ય સરકાર ને મોકલી આપવામાં આવ્યો છે આથી આ મુદ્દે કોંગ્રેસે સભાગૃહ માથી વોકઆઉટ કર્યું હતું આ સિવાય સાંઢીયાવાડ વિસ્તારમાં બીએમસી માલીકીની વિવાદીત જમીન પર આંગણવાડી તથા સ્નાનાગૃહ બનાવવા મુદ્દે ચર્ચા ગહન બની હતી જેમાં મેયરે સ્પષ્ટતા કરી હતી કે તંત્ર ની માલિકીની જમીનમાં લોકોની સુવિધાઓ ને પ્રથમ પ્રધાન્યતા આપવામાં આવશે તંત્ર ની જ માલીકી છે એ વાત નિઃસંદેહ છે આ સિવાય કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારે સફળ શાસન સફળ સુકાની તરીકે આઠ વર્ષ પૂર્ણ કર્ય છે જેને અભિનંદન આપવા માટે ની વાત પણ સભાખંડમાં ચલી હતી.