ગંગાજળીયા પો.સ્ટેનો સ્ટાફ ગઈ રાત્રીના નાઈટ પેટ્રોલીગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે કરચલીયા પરા રૂખડીયા હનુમાન પાસે રહેતો પ્રકાશ ઉર્ફે પકોે ભૂપતભાઈ વાજા તેના ઘરે ઈગ્લીંશ દારૂ રાખી વેચાણ કરે છે તે બાતમીના આધારે પોલીસે તેના ઘર પાસે જઈ બહારથી જ પકાના નામનો સાદ પાડતા પકો બહાર આવતા પોલીસે અટકાયત કરી તેના ઘરની તલાશી લેતા ઘરમાં ખાટલા નીચે સંતાડેલ ઈગ્લીંશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૪૭ બોટલા મળી આવતા પોલીસે કબ્જે લઈ ધરપકડ કરી ગુન્હો નોંધી લોકઅપ હવાલે કરેલ.