સિહોરના ગૌતમેશ્વર તળાવ પાસે વર્ષો પહેલા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બનાવેલ ફિલ્ટર પ્લાન્ટ હજુ સુધી શરૂ કરાયો નથી. તળાવમાં ખુબ જ પાણી હોવા છતાં સિહોર નપા દ્વારા મહિપરીએજનું વેચાતું પાણી લેવું પડે છે. નપાના સત્તાધિશોની આંખો ખોલવા અને શહેરની જનતાને પીવા લાયક ફિલ્ટર પાણી મળી રહે તે માટે સિહોર કોંગ્રેસ દ્વારા આજે આંબેડકર ચોક ખાતે સવારથી સાંજ સુધી પ્રતિક ધરણા કર્યા હતા અને વહેલીતકે ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી અને જનતાને દુષિત અને અનિયમિત પાણીથી છુટકારો આપવા માંગ કરાઇ છે.