ગુજરાત સરકાર દ્વારા ડુંગળીમાં સહાય આપવા પરિપત્ર કરી આપેલ છે કે, તા.૨૦/૬ સુધીમાં ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે અરજી પહોચાડવી. લાભાર્થી ખેડુતોએ તા. ૧/૬ થી તા.૨૦/૬ દરમીયાન માર્કેટીંગ યાર્ડ ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે રૂબરૂ પહોચી ડુંગળી વેચાણનું બીલ બતાવી અરજી ફોર્મ અને ગેટ પાસ મેળવી અરજી ફોર્મ સાથે તાજેતરની ૭/૧૨ અને ૮અની નકલ, ઓળખ પુરાવામાં આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, પાનકાર્ડ, ડુંગળી વેચાણનું બીલ, બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ જેમાં બેંક આઇએફસી કોડ અને ખાતા નંબર સ્પષ્ટ દેખાય તે રીતે અને આવક ગેટ પાસ વગેરે તમામ પુરાવા ઉપર ખેડુતે સહી કરી સમય મર્યાદામાં અરજી પરત કરવાની રહેશે. પરિપત્ર મુજબ તા.૧/૪ થી તા.૩૦/૪ દરમિયાન માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરેલ ખેડુતોને દર કિલોએ રૂા.૨ એટલેકે થેલી દીઠ રૂ.૧૦૦ લેખે વધુમાં વધુ ૫૦૦ થેલીની મર્યાદામાં સહાય આપવાનું ઠરાવેલ છે. ખેડુતોને જરૂરી માહિતી તથા વધુ સમજણ માટે માર્કેટીંગ યાર્ડ ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે રૂબરૂ સંપર્ક સાધવા મહુવા માર્કેટીંગ યાર્ડ દ્વારા જણાવાયું છે.