ઈન્દીરાનગરમાંથી દેશી દારૂ- આથો ઝડપાયો

1168

 

 

શહેરના આખલોલ જકાતનાકા પાસે ઈન્દીરાનગરની પાછળ આવેલ વાડીમાં એલસીબી ટીમ અને વરતેજ પોલીસ સ્ટાફે સંયુક્ત રેડ કરી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લીધો હતી અને બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર, એલ.સી.બી તથા વરતેજ પોલીસ સ્ટાફ/અધિકારીઓ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન એલ.સી.બી.નાં પો.કોન્સ. જીતેન્દ્દસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે,બાબુભાઇ નાગજીભાઇ ગોહેલ રહે.ઇન્દીરાનગર,ભાવનગર તથા વિક્રમસિંહ ઉર્ફે ઘોઘુભા ભગુભા રાયજાદા રહે.ખાંટડી તા.ઘોઘા જી.ભાવનગરવાળા બંને ઇસમ બાબુભાઇ નાગજીભાઇ ગોહેલના કબ્જાવાળી વાડી જે ઇન્દીરાનગરની પાછળનાં ભાગે આવેલ છે. ત્યાં ગે.કા. દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ વાડીમાં રેઇડ કરતાં વાડીમાં જમીનમાં પ્લાસ્ટીકનાં ગુલાબી કલરનાં સીન્ટેક્સનો આખો છલોછલ દેશીદારૂ ભરેલ મળી આવેલ. આ વાડીમાં ટાંકાની બાજુમાં ખાતરનો ઢગલો ફંફોળી જોતા ઇંટોના ચણતરવાળા બે ટાંકામાં દેશીદારૂ ગાળવાનો આથો ૪૦૦૦ લીટર કુલ કિ.રૂ.૮,૦૦૦/- તથા ઉપરોકત ટાંકામાં મળી આવેલ દેશીદારૂ લી.૩૦૦૦ ની કિ.રૂ.૬૦,૦૦૦/-નો મળી આવતાં આથો-દેશીદારૂનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ.

આ જગ્યાએ દેશીદારૂ બનાવવા માટે આથો ભઠ્ઠીમાં નાખવા માટે ઇલેકટ્રીક મોટરનો ઉપયોગ થતો હોય.જે અંગે સ્થાનિક ચિત્રા,જી.ઇ.બી. સ્ટેશનને જાણ કરતાં જી.ઇ.બી.નાં અધિકારી તથા કર્મચારી ઓએ આવી જી.ઇ.બી. નાં નિયમ મુજબ અલગથી કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે. આ અંગે ઉપરોકત બંને ઇસમ વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહી.એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ.

આ કામગીરીમાં ભાવનગર, એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા વરતેજ પો.સબ ઇન્સ. આર.પી.ચુડાસમા, એલ.સી.બી. સ્ટાફનાં કિરીટસિંહ ડોડિયા, હર્ષદભાઇ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, જીતેન્દ્રસિંહ ઝાલા, ભૈપાલસિંહ ચુડાસમા, જયેન્દ્રસિંહ રાયજાદા, શક્તિસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા, વરતેજ પોલીસ સ્ટેશન સ્ટાફનાં રઘુવિરસિંહ ગોહિલ, હરપાલસિંહ રાણા, વિશ્વરાજસિંહ, દેવેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ગોહિલ, પ્રદીપસિંહ ગોહિલ, જે.પી. ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.

Previous articleઅપહરણના ગુનામાં સાત વર્ષથી ફરાર બોરાળાનો શખ્સ ઝડપાયો
Next articleસુભાષનગર ખાતે મંદિર સ્થાપના દિનની ઉજવણી