ટાઈટલ જીત્યા પછી પણ ગુજરાત ટાઈટન્સના મેથ્યુ વેડની કારકિર્દી જોખમમાં!

24

મુંબઇ,તા.૩૧
આઇપીએલ ૨૦૨૨માં ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કરીને ટાઇટલ જીત્યું હતું. ગુજરાત માટે ઘણા સ્ટાર ખેલાડીઓએ ઘણી સારી રમત બતાવી હતી. તો આઇપીએલ ૨૦૨૨ માં ગુજરાત ટાઇટન્સ માટે એક ખેલાડીએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં આ ખેલાડીની આઈપીએલ કારકિર્દી પણ જોખમમાં છે. ગુજરાત ટાઇટન્સનો મેથ્યુ વેડ પોતાની લયમાં બિલકુલ દેખાતો નહોતો. વેડ્‌સના બેટમાંથી રન લેવા મુશ્કેલ બની ગયા હતા. વેડ પણ ક્રિઝ પર રહીને રમી શક્યો નહોતો. તે ગુજરાત ટાઇટન્સની બેટિંગ લાઇન-અપની સૌથી મોટી નબળાઈ તરીકે ઉભરી આવ્યો હતો. તેણે ૧૦ મેચમાં માત્ર ૧૫૭ રન બનાવ્યા હતા. આઈપીએલની મધ્યમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહારનો રસ્તો પણ બતાવ્યો હતો. તો જ્યારે તેને ફરીથી ટીમમાં તક મળી તો તે શાનદાર પ્રદર્શન કરી શક્યો નહીં. તેના ખરાબ ફોર્મને જોતા ગુજરાત ટાઇટન્સ ભાગ્યે જ તેને ફરીથી જાળવી રાખશે. આવી સ્થિતિમાં તેની આઈપીએલ કારકિર્દી જોખમમાં છે. મેથ્યુ વેડ ૧૧ વર્ષ બાદ આઇપીએલમાં પરત ફર્યો છે. વર્તમાન સિઝન પહેલા તે માત્ર ત્રણ મેચ રમ્યો હતો, પરંતુ આઇપીએલ મેગા ઓક્શનમાં તેને ગુજરાત ટાઇટન્સે ૨ કરોડ ૪૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમને ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ અપાવવામાં વેડે મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ આઇપીએલ ૨૦૨૨માં તેનું બેટ શાંત રહ્યું હતું. હવે તેની આઈપીએલ કારકિર્દી પર તલવાર લટકી રહી છે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને ૭ વિકેટે હરાવી આઇપીએલ ૨૦૨૨નું ટાઇટલ જીત્યું હતું. ગુજરાતના બેટ્‌સમેન અને બોલરોએ શાનદાર રમત બતાવી હતી. બોલરોના જોરે જ ગુજરાતે ટ્રોફી જીતી હતી. તો કેપ્ટન હાર્દિકે આગળ વધીને ટીમનું નેતૃત્વ કર્યું.

Previous articleકામ્યા પંજાબી પાણીપુરીની લારીએ ૧ લાખ ભરેલું પરબીડિયું ભૂલી ગઈ
Next articleમહારાજા સાગરના પુત્રો આધારકાર્ડ કઢાવવા જાય તો આ અવળચંડું તંત્ર “સાગર કા સાંઠ હજારવા લડકા “એવું લખી મારે!! (બખડ જંતર)