પાલીતાણા,તા.પં. કચેરીમાં ફોર્મ ફીના નામે ઉઘરાણા કરાતા દેકારો

958

 

પાલીતાણા તાલુકા પંચાયતના સભાખંડમા ડીડીઓની લેખીત મંજુરીથી દિલ્હીની એક પ્રાઈવેટ સીક્યુરીટી કંપની દ્વારા સીક્યુરીટી ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટના તાલીમવર્ગ યોજાવાનો હતો પરંતુ અખબારમાં જાહેરાત આપતા તાલુકાભરમાંથી વહેલી સવારથી ૪૦૦ થી વધુ બેરોજગાર યુવાનો નોકરી લેવા આવી પહોચ્યા તાલીમ તો ફક્ત કહેવાની પરંતુ કંપનીના માર્કેટીંગ માટે કેમ આવ્યા હોય તેમ જાહેરાત શરૂ કરી ફોર્મ વિતરણ શરૂ થયા ફોર્મ પરત ભરીને આપો તો રૂા.૨૫૦ ફી લેવાતા થોડા સમય વાંધો ન આવ્યો પરંતુ ત્યારબાદ એકાએક હંગામો થતા ૨૫૦ રૂા. પરત જેમના લીધા હતા તેમણે પરત કર્યા હતા. અને આવી પ્રાઈવેટ કંપનીને તાલુકા પંચાયતના હોલો શા માટે ફાળવ્યા તે મોટો પ્રશ્ન છે આજે આ કંપની દ્વારા પાીલતાણા ગારીયાધારમાં પણ યોજાયો હતો આ કેમ્પ વધુ ભરોસો એટલે બેસે છે કે સરકારી જગ્યામાં હોય એટલે મોટાભાગના એમ સમજતા હતા આ સરકારી ભરતી છે તેથી લોકોએ વિશ્વાસ મુકી આગળ વધતા હતા.

આવી રીતે સરકારી જગ્યાએ હોલ કોઈ પ્રાઈવેટ કંપનીને ન આપવો જોઈએ જેથી લોકો સુધી ખોટા મેસેજ પહોચે છે. તેવુ આમ નાગરીકમાં ચર્ચા રહ્યુ છે. વધુમાં આ કંપની દ્વારા આગામી દિવસોમાં શિહોર તળાજા ઉમરાળા વલ્લભીપુર તાલીમ વર્ગ યોજવાનું જાણવા મળેલ છે.

Previous articleસિહોરમાં લોકપ્રશ્નનો સુખદ ઉકેલ : લોકોમાં થયેલી રાહત
Next articleવોર્ડ કચેરીના રેકર્ડમાં ચેકીંગ હાથ ધરતા કર્મીઓમાં ફફડાટ વ્યાપ્યો