RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
પ૦૦. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
– ગોવર્ધનરામ ત્રિપાઠી – સત્યના પ્રયોગો
પ૦૧. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ – આ ચરનાના કવિનું નામ જણાવો.
– હીરન્દ્ર દવે
પ૦ર. ‘મુખડાની માયા લાગી રે’ પદ કોનું છે ?
– મીરાં
પ૦૩. રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?
– જ્ઞાનપીઠ એવોર્ડ
પ૦૪. નીચેનામાંથી કયું પાત્ર ‘સરસ્વતીચંદ્ર’નું છે ?
– અલકકિશોરી
પ૦પ. સુરસિંહજી તખતસિંહજી ગોહિલનું તખલ્લુસ જણાવો.
– કલાપી
પ૦૬. ‘જનનીની જોડ સખી, નહિ જડે રે લોલ’ – કવિ કોણ છે ?
– બોટાદકર
પ૦૭. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
– રણજિતરામ
પ૦૮. ‘સરસ્વતીચંદ્ર’ના સર્જકનું નામ જણાવો.
– ગોવર્ધનરામ
પ૦૯. સાચું જોડકું જોડો : લેખક – પુસ્તક :
– 1-c, 2-b, 3-d, 4-a
૧. મહા ગુજરાત આંદોલન ચળવળના નેતા કોણ હતા ?
– ઈન્દુલાલ યાજ્ઞિક
ર. મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા ?
– ઈન્દુલાલ યાજ્ઞિક
૩. મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જ ન્મ કયાં થયો હતો ?
– નડિયાદ
૪. મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કયારે કરી ?
– સપ્ટેમ્બર-૧૯પ૬
પ. મહાગુજરાત આંદોલનના શહીદ તરીકે કોનું નામ જાણીતું છે ?
– નલિની મહેતા
૬. ૧લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત અલગ રાજય બન્યું ત્યારે રાજયને કેટલા જિલ્લામાં વહેંચવામાં આવ્યું હતું ?
– ૧૭
૭. નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ?
– ૧,ર,૩,૪
૮. ગુજરાત સૌપ્રથમ મહિલામંત્રી કોણ હતા ?
– ઈન્દુમતિબેન શેઠ
૯. ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા ?
– શ્રીમતી ઈન્દુમતીબહેન શેઠ
૧૦. ગુજરાત રાજયના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત થઈ ?
– બળવંતરાય મહેતા
૧૧. ગુજરાત રાજયના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ?
– ડો. જીવરાજ મહેતા
૧ર. ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલમંદિરથી યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો ?
– માધવસિંહ સોલંકી
૧૩. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?
– મોરારજી દેસાઈ
૧૪. મહાગુજરાત ચળવળ માટે નીચેનામાંથી શું ખોટું છે ?
– મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ મોરારજી દેસાઈ બન્યા
૧પ. મહાગુજરાત ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું ?
– ઈન્દુલાલ યાજ્ઞિક
૧૬. ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી સદગત શ્રી બળવંતરાય મહેતાનું આકસ્માતથી અવસાન કયા યુદ્ધકાળ – વર્ષ દરમિયાન થયેલ હતું ?
– સને-૧૯૬પ