સિહોર ના સર ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલક દ્વારા સિકારૂ નામ નું જનાવર ને અડફેટે લેતા ઈજાગ્રસ્ત

43

સિહોર તાલુકાના સર ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલક દ્વારા સિકારૂ નામ નું જનાવર ને અડફેટે લેતા ઈજાગ્રસ્ત હાલતમાં પડેલુ હોય જે જનાવરને ત્યાંથી પસાર થતા રાહદારી મિત્રો અમિત પલાણીયા મિતરાજસિંહ પલાણીયા પાર્થ ત્રિવેદી ધર્મેશ રાણા વૈભવ સોલંકી હિમાંશુ બારોટ હિતાથ શાહ વિશ્વ દિપસિંહ રાણા વગેરે મિત્રો દ્વારા જોવામાં આવતા તેઓ દ્વારા સિહોરના યુવા પત્રકાર દેવાભાઈ બુધેલીયા ને ટેલિફોનિક જાણ કરવામાં આવતા દેવાભાઈ બુધેલીયા દ્વારા સિહોર થી જઈ ને સર ગામના પાટિયા પાસે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલુ સિકારૂ નામના જનાવર ને ગાડીમાં લાવીને શિહોરના ફોરેસ્ટ વિભાગને સોંપેલ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે તેની સારવાર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર..

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleતખતગઢ ગામે સોમવતી અમાસ ની ધામ ધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી