સાંજે ૬ વાગ્યે કચ્છ અને સોરાષ્ટ્રની દેહાણ ની જગ્યાઓ ના પુજનીય, સંતો, મહંતશ્રીઓ તેમજ મહામંડલેશ્વરશ્રીઓ ની એક ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આધુનિક ભારતની રાજ્ય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતો નું સ્થાન, ભુમિકા અને ભાવીસંકેત, આ વીષય પર પ.પુ મહંતશ્રી ભરતબાપુ ના અધ્યક્ષ સ્થાને પુ. અલ્પેશ બાપુ ના માર્ગદર્શન હેઠળ પુજનીય સંતો મહંતશ્રીઓ અને રાજકીય આગેવાનો સાથે એક ધર્મ સભા નુ આયોજન કરવામાં આવેલ હતુ. સાંજે ૬ વાગ્યે આ ધર્મ સભાના કાર્યક્રમ નું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતું.
ત્યાર બાદ વિસ્તૃત ચર્ચા વિચારણા ના અંતે ગુજરાત લેવલે એક ચોક્કસ માળખા ને આકાર આપવાની દીશા તરફ આગળ વધવામાં આવસે. આ ધર્મ સભામાં દેહાણ ની જગ્યા ના પુ. મહામંડલેશ્વર મહંતશ્રી સુખદેવબાપુ દાણીધાર, પુ.મહામંડલેશ્વર મહંતશ્રી લખમણદાસ બાપુ સેલ ખંભાળીયા, કથાવકતા પ.પુ. અનુબાપુ ચીખલી,પુ. મહામંડલેશ્વર ભુપતબાપુ, સરપદડ, પુ.મહામંડલેશ્વર જગુબાપુ સુર્ય મંદિર જુનાગઢ, મહામંડલેશ્વર અજયબાપુ જુનાગઢ,પુ.મહંતશ્રી અભિનીતબાપુ દડવા, પુ. મહંત શ્રી હરગોવિંદ બાપુ ગરણી પુ. મહંત શ્રી ધરમદાસબાપુ, તથા રાજકીય આગેવાનમા ગોડલ ધારાસભ્ય ના દીકરા ગણેશસીહજી જાડેજા, અલ્પેશભાઇ ઢોલરીયા ગોડલ મારકેટયાર્ડ ચેરમેન તેમજ ધર્મેન્દ્વસીહજી જાડેજા વાઇસ ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક સંસ્કૃતિ ના ઉત્થાન માં સક્રિય યોગદાન અને આશીર્વાદ આપવા માટે આ કથા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના નામાંકિત દેહાણની જગ્યાધારી ૬૦થી વધુ પુ. સંતો,મહંતો મહામંડલેશ્વર શ્રીઓ પધાર્યા હતા. તેમજ બપોરે રમતારામ સાધુ સંતો ની પંગત કરી સંત શ્રી ખીમદાસ બાપુ ની ચેતન સમાધિ નો રણકાર થયો હતો. સોરાષ્ટ્ર કચ્છ ના સંતો મહંતો સાથે સંકલન ની જવાબદારી સંભાળી આ ક્રાયક્રમ ને સફળ બનાવવા માટે પુ. અલ્પેશબાપુ મોવિયાધામ વડવાળી જગ્યા, ભાવેશબાપુ, કરણબાપુ, ભુપતભાઇ કોળી, ચંદુભાઇ હીરાણી, અરવિંદ ભાઇ ખુંટ, ધીરુભાઇ ધડુક, રોહીતભાઇ ભાલાળા મનીષ ખુંટ આશીષ અદા સરપંચ કંચન બેન રોહીતભાઇ ખુંટ જેન્તીદાસ બાપુ, નરોત્તમ બાપુ, મનસુખ બાપુ, ગીધાભાઇ સરધારા, મોહીતભાઇ ખુટ, નીરવ ખુટ, પાર્થ ખુટ, જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ મૂળશંકર જાળેલા