નેપાળની વિમાન દુર્ઘટના તેમજ સેંદરડા અને ભરુચ ખાતે આકસ્મિક ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુની સહાય

63

થોડા દિવસો પહેલા નેપાળના જોમસમ વિસ્તારમાં એક ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં ચાલકદલ અને મુસાફરો સહિત કુલ 22 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ પૈકી બે મુસાફરો જર્મનીના છે તેની વિગતો મળી શકી નથી જ્યારે ૪ ભારતીય સહિતના 20 લોકોને બાપુ દ્વારા સંવેદના રુપે પ્રત્યેક મૃતકના પરિવારને રૂપિયા પાંચ હજાર લેખે એક લાખ ની સહાય પહોંચાડવામાં આવી રહી છે.

એ જ પ્રમાણે મહુવા તાલુકાના કોટડા ગામે એક જ પરિવારના ચાર વ્યક્તિઓના ડૂબી જવાથી મૃત્યુ થયા છે તેમના પરિવારજનોને પણ રુપિયા ૨૦ હજારની રોકડ સહાય મોકલાઈ છે. યોગાનુયોગ એ જ દિવસે ભરૂચ નજીકના એક ગામમાં પણ પાંચ વ્યક્તિઓનું નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું તેમના પરિવારજનોને પણ રૂપિયા ૨૫ હજારની સહાય પહોંચતી કરવામાં આવેલ છે. આમ કુલ મળીને રુપિયા એક લાખ પિસ્તાલીસ હજારની સહાય મોરારિબાપુએ મોકલાવેલ છે. તમામ મૃતકો ના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરેલ છે અને તેમના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરેલ છે.

Previous articleભાવનગર રેલવે ડિવિઝને મે મહિનામાં ટિકિટ વગર અને નિયમો વિરુદ્ધ મુસાફરી કરતા 14,870 મુસાફરો પાસેથી 1.08 કરોડ રૂપિયા દંડ વસુલ્યો
Next articleરો-પેક્સનો નવો અવતાર : હજીરા બાદ હવે મુંબઇની ફેરી શરૂ થશે, સુરત માત્ર અઢી કલાકમાં પહોંચાડશે