રો-પેક્સનો નવો અવતાર : હજીરા બાદ હવે મુંબઇની ફેરી શરૂ થશે, સુરત માત્ર અઢી કલાકમાં પહોંચાડશે

86

નવું જહાજ હજીરા આવી પહોંચ્યું, ઘોઘા-હજીરા વચ્ચે દિવસમાં ત્રણ ટ્રીપ કરશે, બમણી સ્પીડવાળા જહાજમાં ૭૦ ટ્રક, ૭૦૦ પેસેન્જર અને ૧૨૫થી વધુ ગાડીઓની ધરાવે છે પરિવહન ક્ષમતા
ભાવનગરના ઘોઘાથી હજીરા વચ્ચે હાલ ચાલતી રો-પેક્સ ફેરી સર્વિસથી અત્યાર સુધી ઇંધણ બચાવવા સાથે વાહન ચાલકોને લાંબા રસ્તાના કિલોમીટર કાપવામાં રાહત મળી રહી છે પરંતુ હવે નવા અવતારમાં ફેરી સર્વિસ આવી રહી છે જેનાથી સમય બચત પણ થશે. કેન્દ્રીય મંત્રી ડો. માંડવિયાએ આંગે જાહેરાત કરી જણાવ્યું કે, આગામી દિવસોમાં ફેરી સર્વિસ મુંબઈ સુધી વિસ્તારવા ઉપરાંત નવા વેસલનું આગમન થઈ રહ્યું છે જેનાથી ફેરી સર્વિસની ગતિ વધશે સાથે પરિવહન ક્ષમતા પણ બમણી થશે. આમ, ફેરી સર્વિસનો નવો અવતાર ખરા અર્થમાં સમય બચાવશે. નવા વેસલનું નામ વોએજ એક્સપ્રેસ હોવાનું જાણવા મળ્યું છે. ફેરી સર્વીસને અપગ્રેડ કરવા રૂપિયા ૧૧૫ કરોડનું નવુ જહાજ સેવામાં મુકાશે જે ઘોઘાથી હજીરા માત્ર બે થી અઢી કલાકમાં પહોંચાડશે. આ જહાજ હાલ હજીરા ખાતે આવી ગયુ છે અને ટુંક સમયમાં લોકોની સેવા માટે પણ કાર્યરત થશે. આ ઝડપી જહાજને કારણે જળ પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે અને ભાવનગરના વિકાસના દ્વાર પણ ખુલશે. તેવો આશાવાદ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વ્યક્ત કર્યો છે. તેમણે મહત્વૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે,ભાવનગરથી હજીરા સુરત અને ત્યાંથી મુંબઈ સુધીની રો રો પેક્સ ફેરી સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરાશે આજે રો રો રો પેક્સ સર્વિસ હાલ ચાલે છે તેના કરતા ડબલ કેપેસિટી વાળી અને એકદમ ઝડપી રો પેક્સ સર્વિસ શરૂ કરવા માટે હજીરા ખાતે આ અંગેનું વેસલ પણ આવી ગયું છે આ ફેરી સર્વિસ શરૂ થતા ભાવનગરના ઘોઘાથી હજીરા સુધી માત્ર બેથી અઢી કલાકમાં પહોંચી શકાશે.આ ફેરી સર્વિસ દિવસમાં ત્રણ વખત ઘોઘા હજીરા વચ્ચે પરિવહન કરશે કેન્દ્ર સરકાર દ્વારા જળ પરિવહન માર્ગ અને વિકસાવવા માટે અપાઇ રહેલા પ્રોત્સાહન ના ભાગરૂપે પ્રથમ ઘોઘા થી દહેજ ત્યારબાદ ઘોઘાથી હજીરા તમે અને હવે ઘોઘા થી હજીરા થઈ મુંબઈ સુધીની પરિવહન સેવા શરૂ કરવા માટે ચક્રો ગતિમાન થયા છે. ઘોઘા હજીરા વચ્ચે આજે જહાજ ચાલી રહ્યું છે તેને બદલે નવું જહાજ ફ્લેટ બોટમ સિસ્ટમથી ચાલશે પરિણામે કોઈ ચોક્કસ ચેનલમાં ચાલુ નહીં પડે અને તેને કારણે તેની સ્પીડમાં પણ વધારો થશે. નવું જહાજ ઘોઘાથી હજીરા માત્ર બે કલાકમાં પહોંચશે આ ઉપરાંત અન્ય પ્રોસિજર ના અડધો કલાક ગણીએ તો ઘોઘા થી સુરત માત્ર અઢી કલાકમાં પહોંચી શકાશે. ઉપરાંત આ જહાજ દિવસમાં ત્રણ વખત આવન-જાવન કરશે પરિણામે ફિકવન્સી વધવાથી લોકોને પણ અનુકૂળતા રહેશે અંદાજે ૧૧૫ કરોડ રૂપિયાના આ જહાજમાં ૭૦ ટ્રક ૭૦૦ પેસેન્જર ૧૨૫ ગાડી સહિતની કેપેસિટી હાલના ચાર્જ કરતાં જહાજ કરતા બમણી થઈ જશે એટલે વધારે લોકો લાભ લઈ શકશે.

Previous articleનેપાળની વિમાન દુર્ઘટના તેમજ સેંદરડા અને ભરુચ ખાતે આકસ્મિક ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુની સહાય
Next articleકાળીયાબીડ રચના સોસાયટી -૨માં ગેરકાયદે દબાણથી સ્થાનિકો ત્રસ્ત, તંત્રને રજૂઆત