મુંબઈ સ્થિત માનવ જ્યોત સંસ્થા દ્વારા ગુજરાત અને મુંબઈની દુઃખભંજક ૨૦ સ્વૈચ્છિક સંસ્થાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજરોજ ગોવર્ધન હવેલી ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમ પ્રસંગે માનવ જ્યોત સંસ્થાના અધ્યક્ષ કુલીનકાંત લુંઠીયા દ્વારા ભાવનગરની શિશુવિહાર સંસ્થા તથા અન્ય સેવા સંસ્થાઓનું સન્માન કરવાં સાથે પ્રત્યેકને અનુદાન પેટે રૂા. ૫ હજાર અર્પણ કરવામાં આવ્યાં હતાં.માનવ સેવાને પ્રભુસેવા ગણતી ભાવનગરની સામાજિક સંસ્થાઓને આર્થિક ટેકો કરનાર માનવ જ્યોત સંસ્થાના સન્માનને શિશુવિહાર સંસ્થા વતી મનીષાબહેન કણબી, પ્રીતિબેન ભટ્ટે સ્વીકાર કર્યો હતો.